પ્રતિભા સિંહ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની છે અને વર્તમાનમાં મંડીથી લોકસભા સભ્ય છે. ઉલ્લેખનીય છે કે 1983માં મુખ્યમંત્રી બન્યા પછી વીરભદ્ર સિંહનો કોંગ્રેસ પર સારો પ્રભાવ રહ્યો હતો. જ્યારે પણ પાર્ટીની સરકાર બની, તે મુખ્યમંત્રી બન્યા. 1983 પછી આ પ્રથમ ચૂંટણી છે, જ્યારે પાર્ટીએ વીરભદ્ર સિંહના નિધન પછી તેમના વગર ચૂંટણી લડી છે.
વિક્રમાદિત્ય સિંહ મંડીથી સાંસદ પ્રતિભા સિંહના પુત્ર છે. તે શિમલા ગ્રામીણથી સતત બીજી વખત ચૂંટણી જીત્યા છે. મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાંથી એક છે. વીરભદ્ર સિંહના મૃત્યુ પછી રામપુર બુશહરના આગામી રાજા જાહેર થયા હતા. જોકે એક્સપર્ટનું માનવું છે કે તે ઉંમરમાં ખૂબ નાના છે, તેના પગલે મુખ્યમંત્રીના દાવેદાર નથી.