મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં હાઈપ્રોફાઈલ કસિનોનો (high profile casinos) પર્દાફાશ થયો હતો. આ સટ્ટા માફિયાઓનું નેટવર્ક ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ચંદીગઢ, દિલ્હી અને યુપીમાં ફેલાયેલું છે. મેરઠમાં પહેલીવાર આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બુકિંગ ઓનલાઈન (Online booking) થઈ ગયા હતા. દરોડા દરમિયાન 9 યુવતીઓ સહિત 43 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોતાને સંતાડવા માટે કોઈ ટોઈલેટમાં બંધ થયો હતો તો કોઈ બેડરૂમમાં સંતાઈ ગયા હતા. પરંતુ પોલીસે તમામને પકડી લીધા હતા. પોલીસે કુલ 43 લોકોને સ્થળ ઉપરથી પકડી પાડ્યા હતા. પોલીસ અધિકારીઓ પ્રમાણે જુગાર રમવા માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવી હતી. જેના માટે પુણે, દિલ્હી, ચંડીગઢ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદશથી આવ્યા હતા.. આ આખા કસિનોમાં એકપણ વ્યક્તિ મેરઠનો ન્હોતો.
એસપી ક્રાઈમ અનિત કુમારના જણાવ્યા પ્રમાણે આ રેકેટને પાંચ લોકો સંચાલિત કરતા હતા. પાંચ પૈકી એક વ્યક્તી ગુજરાતનો વેપારી હોવાનું માલુમ પડે છે. આ ગેંગના અન્ય લોકોને પણ પોલીસ શોધી રહી છે. આ લોકો પાસેથી આશેર 7,58,000ની રોકડા, 12 ગાડીઓ, 19 રોયલ ઈવેન્ટ ક્લબની બુકલેટ, કસિનોના ચિપ્સ, 51 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.