

નવી દિલ્હી : બુધવારથી દેશમાં જિમ (Gym) અને યોગા સેન્ટર્સ (Yoga Centers) ખુલી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર તરફની નવા ગાઇડલાઇન (Guideline for Gym) જાહેર કરવામાં આવી છે. અનલોક 3.0 (Unlock 3.0)અંતર્ગત પાંચમી ઓગસ્ટથી જિમ અને યોગા સેન્ટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ગાઇડલાઇન પ્રમાણે સ્ટાફ અને વિઝિટર્સ વચ્ચે ઓછામાં ઓછો સંપર્ક થાય તે જરૂરી છે. કારણ કે કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ઉપરાંત ફરજિયાત માસ્ક સહિત અન્ય કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. જોકે, કેન્ટેનમેન્ટ ઝોનમાં આવતા યોગા સેન્ટર્સ અને જિમ બંધ જ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવેલા જિમ કે યોગા સેન્ટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ સ્પા, સૌના, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલને શરૂ કરવાની હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)


1) 65 વર્ષની મોટી ઉંમરના લોકો, અન્ય રોગ હોય તેવા લોકો, પ્રેગનેન્ટ મહિલાઓ અને 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બંધ જગ્યામાં આવેલા જિમનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.


2) જિમની અંદર હંમેશા માસ્ક પહેરી રાખવું પડશે. પરંતુ કસરત કરતી વખતે કદાચ શ્વાસ લેવામાં તકલીફ પડી શકે, આથી આ સમય દરમિયાન ફેસ શિલ્ડનો ઉપયોગ કરી શકો છો.


4) યોગા કે જિમ ફ્લોર પર વ્યક્તિદીઠ ચાર મીટરની જગ્યા હોવી જોઇએ. જિમના સાધનો એકબીજાથી છ ફૂટ દૂરના અંતરે આવેલા હોવા જોઇએ. જો શક્ય હોય તો આ સાધનોને બહાર મૂકવા જોઇએ.


5) બિલ્ડિંગમાં આવવા અને જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત આ માટે દીવાલ પર દિશા-નિર્દેશ કરતા સ્ટીકર કે માર્કિંગ કરવાના રહેશે.


6) જિમ કે યોગા સેન્ટર્સમાં એસીનું તાપમાન 24 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવાનું રહેશે. આ જગ્યા પર વધારેમાં વધારે તાજી હવા આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.


7) સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે બલ્ડિંગના ગેટ પર સેનિટાઇઝર ડિસ્પેન્સર્સ અને થર્મલ સ્ક્રિનિંગ ડિવાઇસ હોવા જોઈએ. જે લોકોમાં કોરોનાનાં કોઈ લક્ષણો ન હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે.