ઝેબા વારસી, નવી દિલ્હીઃ સચિન પાયલટ (Sachin Pilot)ના રાજકીય ભવિષ્યને લઈ તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ઈશારાના કારણે પાયલટ માટે હજુ પણ વાપસીના દરવાજા બંધ નથી થયા. જ્યારે બુધવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત (CM Ashok Gehlot)એ પાયલટ પર એક પછી એક આકરા હુમલા કર્યા. તેમ છતાંય કૉંગ્રેસ તરફથી વારંવાર સચિન પાયલટને પાર્ટીમાં પરત આવવા માટે કહેવામાં આવી રહ્યું છે.
આરોપ-પ્રત્યારોપનો મારો ચાલુ - સચિન પાયલટ કેમ્પ સતત અશોક ગહલોત પર અનેક પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ, અશોક ગહલોતનું કહેવું છે કે તેમનામાં પરિપક્વતાનો અભાવ છે. રાજકીય નિેવેદનબાજી વચ્ચે અશોક ગહલોતે કહ્યું કે, તેઓ નવી પેઢીને પ્રેમ કરે છે અને તેઓ આપણું ભવિષ્ય છે, પરંતુ સાથોસાથ તેઓ સલાહ પણ આપે છે કે તેમણે વધુ સંઘર્ષ કરવાની જરૂર છે.