નીતિન અંતીલ, સોનીપત. હરિયાણા (Haryana) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં યમુના વિવાદ (Yamuna River Dispute)ને લઈ લગભગ વર્ષો પસાર થઈ ગયા છે. પરંતુ યમુના ક્ષેત્રના વિવાદને લઈ હજુ સુધી હરિયાણા સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર આ સમસ્યાનો ઉકેલ શોધી શકી નથી. માત્ર બંને રાજ્યોના ખેડૂતો (Farmers) પરસ્પર સરહદ વિવાદને લઈ ઝઘડતા રહે છે અને અનેક મોટી ઘટનાઓ પણ સરહદ વિવાદને લઈ થઈ છે. પરંતુ હવે હરિયાણાના સોનીપત (Sonipat) જિલ્લાના ખુરમપુર ગામના ખેડૂતોએ વિવાદના કારણે બુલેટ પ્રૂફ ટ્રેક્ટર (Bullet Proof Tractor) બનાવ્યા છે, જેને તૈયાર કરવામાં લગભગ 5 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ આવે છે.
નોંધનીય છે કે, યમુના નદી સમયાંતરે પોતાનું વહેણ ક્યારેક ઉત્તર પ્રદેશ અને ક્યારેક હરિયાણા તરફ કરી લે છે, જેને કારણે હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોમાં જમીન વિવાદને લઈ પરસ્પર ઝઘડા થતા રહે છે અને આ ઝઘડાઓમાં અનેક ખેડૂતોના જીવ પણ ગયા છે. હવે હરિયાણાના સોનીપતના ગામ ખુરમપુરના ખેડૂતોએ પોતાનો જીવ બચાવવા માટે અને ઉત્તર પ્રદેશોના ખેડૂતો દ્વારા કરવામાં આવતા હુમલાઓથી બચવા માટે એક એવું ટ્રેક્ટર તૈયાર કર્યું છે જેને જોઈને તમે દંગ રહી જશો.
તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ ટ્રેક્ટર બુલેટ પ્રૂફ છે. તેની પર ન તો લાઠી-ડંડાની અસર થાય છે અને ન તો ગોળીઓની અસર. તે બિલકુલ સુરક્ષિત રહે છે. તેની પર કેટલું પણ ફાયરિંગ કરવામાં આવે તેને કંઈ નુકસાન થતું નથી. જો આ ટ્રેક્ટરની સુખ સુવિધાની વાત કરવામાં આવે તો તેમાં ACથી લઈને દરેક ચીજ ઉપલબ્ધ છે. ખાસ કરીને સીસીટીવી. કારણ કે જો ખેડૂત પર કોઈ હુમલો થાય છે તો તે સીસીટીવીમાં કેદ થઈ જાય છે.