

વિજેન્દ્ર કુમાર, જિંદઃ હરિયાણા (Haryana)ના જિંદ જિલ્લા (Jind District)માં એક આખલો ત્રીજા માળ પર ચડી ગયો. ત્રણ કલાકના અથાગ પ્રયાસ બાદ તેને ક્રેનની મદદથી રેસ્યૂક્ કરવામાં આવ્યો. મામલો જિંદના પૂરાના મંડીનો છે. જ્યાં એક ઘરમાં એક આખલો અચાનક ઘરની છત પર ચડી ગયો. જેની જાણ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને આપવામાં આવી અને ત્રણ કલાકની મહેનત બાદ આખલાનું રેસ્ક્યૂ કરી શકાયું.


ઘટનાસ્થળે પહોંચેલા પશુપાલન વિભાગના ડૉક્ટરે જણાવ્યું કે પૂરાની અનાજ મંડીમાં ત્રીજા માળમાં એક આખલો છત પર ચડી ગયો હોવાની સૂચના મળી હતી. તેથી વેકસીનેશનની તૈયારીઓ વચ્ચે અહીં પહોંચ્યા છીએ. તેઓએ જણાવ્યું કે આખલાને પહેલા ખાવામાં ઘેનની દવા આપવામાં આવ્યો અને બાદમાં લોકોની મદદથી આખલાને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યો.


તેઓએ જણાવ્યું કે મકાન ખૂબ જૂનું હતું, તેથી ઘરની છતથી આખલાને બચાવવો ખૂબ જોખમી હતો. ઘણો લોકો પણ છત પર ચડી ગયા હતા. પરંતુ આખલાને ચારે બાજી પટ્ટા બાંધીને તેને સુરક્ષિત ઉતારવામાં આવ્યો છે.


બીજી તરફ, મકાન માલિકે જણાવ્યું કે સવારે વરસાદથી બચવા માટે આખલો છત પર ચડી ગયો હતો. જેવી તેમને આ બાબતની જાણ થઈ તો તેઓએ પશુપાલન વિભાગને સૂચના આપી.