આજે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં સભા સંબોધવા માટે ગયેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને એક યુવકે મંચ પર જઈને લાફો માર્યો હતો. તરૂણ ગજ્જર નામનો આ વ્યક્તિ કડીનો રહેવાસી હતો અને તેણે પાટીદારોનું ઉપરાણું લઈને હાર્દિકને લાફો માર્યો હતો. જોકે, હાર્દિક દેશનો પહેલો એવો નેતા નથી જેને લાફો પડ્યો હતો. હાર્દિક ઉપરાંત દેશના અન્ય એવા નેતાઓ પણ છે જેને લાફા પડ્યાં છે.