2020ની જૂની યાદો ભુલાવીને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત સહિત આખી દુનિયામાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દુનિયાના ઘણા ભાગમાં નવા વર્ષનું સ્વાગત પણ થઈ ગયું છે. (AP Photo/Pavel Golovkin)
2/ 7
ટોંગા, સમાઓ અને કિરબાતી દ્વીપો પછી ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની શરૂઆત થઈ છે. આ પછી ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ભારતીય સમય પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં સાંજે 4.30 કલાકેથી નવા વર્ષની ઉજવણી શરુ થઈ ગઈ છે. . (AP Photo/Ernest Kung)
3/ 7
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના સ્કાઇ ટાવર પર આતશબાજીનો નજારો. (AP Photo)
4/ 7
ચીનની હુબેઈ પ્રાંતના શહેર વુહાનમાં નદી કીનારે મકાનો પર લાઇટ શો નું દ્રશ્ય. વુહાનથી આખી દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે. આવામાં લોકો ચહેરા પર માસ્ક લગાવીને જોવા મળ્યા હતા.(AP Photo)
5/ 7
ચીનના બાકી શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણી તૈયારીઓ છે. કોરોના મહામારીના કારણે ઘણા પોલીસ રસ્તા પર તૈનાત કરવામાં આવ્યા છે. (AP Photo/Ng Han Guan)
6/ 7
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં નવા વર્ષના સ્વાગતમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. (AP Photo/Lee Jin-man)
7/ 7
નવા વર્ષની ઉજવણીની શરૂઆત ભારતના અલગ-અલગ શહેરોમાં પણ થઈ ચૂકી છે. નવી દિલ્હીની પ્રતિષ્ઠિત ઓફિસોનો ભવ્ય નજારો જોવા મળ્યો છે. (તસવીર -ANI)