વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણી (US Elections 2020)માં મતગણતરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિસ પાર્ટીની ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ઉમેદવાર કમલા હેસિસ (Kamala Harris) સહિત અનેક ભારતીય મૂળના અમેરિકનો ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. તેમાં ભારત, ગુજરાત અને કચ્છને ગૌરવ અપાવવાનું કાર્ય નીરજ અંતાણી (Niraj Antani)એ કરી બતાવ્યું છે. (તસવીર સૌજન્ય Twitter: @NirajAntani)
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઓહાયો (Ohio)થી નીરજ અંતાણીએ સેનેટર તરીકે ચૂંટાઈની ઈતિહાસ રચી દીધો છે. નીરજ અંતાણી ઓહાયો સ્ટેટથી ચૂંટાનારા પહેલા ભારતીય હોવાનું પણ ગૌરવ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, નીરજ અંતાણી (Niraj Antani)એ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને મ્હાત આપી છે. (તસવીર સૌજન્ય Twitter: @NirajAntani)
નોંધનીય છે કે, અમેરિકામાં જન્મેલા અને મૂળ કચ્છ (Kutch)ના નીરજ અંતાણી રિપબ્લિકન (Republican Party)ના ઓહિયો રાજ્ય સેનેટ માટે ચૂંટાયેલા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. નીરજ અંતાણી, હાલમાં રાજ્યના પ્રતિનિધિ છે, તેમણે મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને હરાવ્યો હતો અને ઓહિયો સેનેટના છઠ્ઠા જિલ્લા માટે રાજ્ય સેનેટર તરીકે ચૂંટાયા હતા, જેમાં મોન્ટગોમરી કાઉન્ટીના મોટાભાગના વિસ્તારનો સમાવેશ થાય છે. (તસવીર સૌજન્ય Twitter: @NirajAntani)
ઓહાયો સ્ટેટની સેનેટ ચૂંટણી જીત્યા બાદ નીરજ અંતાણીઓ પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના ટ્વીટમાં નીરજ અંતાણીએ કહ્યું કે, હું રાજ્ય સેનેટર માટેની ચૂંટણી જીતીને ખરેખર આભારી છું. હું મારા બધા મતદારો, સમર્થકો, ટીમ તથા ટેકેદારોનો ખૂબ જ આભારી છું. આપના રાજ્યના સેનેટર તરીકે હું દરરોજ અથાગ પરિશ્રમ અને મહેનત કરીશ જેથી બધા ઓહિયોવાસીઓને તેમનું અમેરિકન ડ્રીમ પ્રાપ્ત કરવાની તક મળી શકે. (તસવીર સૌજન્ય Twitter: @NirajAntani)
આ ઉપરાંત નીરજ અંતાણીએ કહ્યું કે, આ સમુદાયના સતત સમર્થન માટે ખૂબ આભારી છું જેમાં હું જન્મ્યો અને ઉછર્યો. મારા દાદા દાદી તેમનું જીવન ભારતમાં બ્રિટીશ શાસન હેઠળ જીવતા હતા, ફક્ત સાત દાયકા પહેલાં જ તેઓને આઝાદી મળી હતી. તેમના પૌત્ર અમેરિકાના ઓહિયોના પહેલા ભારતીય-અમેરિકન સ્ટેટ સેનેટર બની શકે તે અમેરિકાની સુંદરતા છે. મારા પર વિશ્વાસ રાખવા અને સ્ટેટહાઉસમાં તેમનો અવાજ બનાવા બદલ મતદારોનો હું આભારી છું. (તસવીર સૌજન્ય Twitter: @NirajAntani)