પટનાઃ બિહારના (Bihar) રાજદ મહિલા મહાસચિવ નેત્રી ગાયત્રી દેવીએ સોશિયલ મીડિયા (social media) ઉપર તસવીર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થી રહી છે. આ તસવીરોમાં કેટલાક યુવકો શરીર ઉપર દારૂની બોટલો બાંધી છે. તસવીરો અંગે ગાયત્રી દેવીએ (Gayatri devi) ટ્વીટ કરીને નીતિશ સરકાર (Nitish Government) ઉપર નિશાન સાધ્યું છે.
રાજદ પટનાએ પણ મંગળવારે ટ્વીટ કરીને બિહાર સરકાર ઉપર નિશાન સાધ્યું છે. તેમણે યુવકોની દારુની તસ્કરી અંગે સવાલો ઉઠાવ્યા છે. રાજદનું કહેવું છે કે હવે બિહારમાં કુરિયર કંપની સેનિટાઈઝરના નામ પર દારુની તસ્કરી કરી રહી છે. રાજદનો આરોપ છે કે દારુની હજારથી વધારે ખેપ આવે છે પરંતુ બતાવવા માટે એક બેને પકડીને દેખાડે છે.