

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ઓછું ફેલાય તે માટે સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન (Lockdown) લાગુ છે. એવામાં લૉકડાઉન ખતમ થયા બાદ દેશમાં કેવી રીતે કામકાજ તશે તેને લઈને સરકાર એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરી રહી છે. સૂત્રો મુજબ, લૉકડાઉન બાદ સરકાર (Modi Government)નો ઉદ્દેશ્ય હશે કે ઓછામાં ઓછા લોકોની સાથે વધુમાં વધુ કામ. જેના કારણે દેશની અર્થવ્યવસ્થા પણ પાટા પર આવી શકે અને લોકો કોરોનાથી બચીને પણ રહી શકે.


તૈયાર થઈ રહ્યો છે પ્લાનઃ જોકે, સરકારે હજુ સુધી એ વાત પર કોઈ નિર્ણય નથી લીધો કે લૉકડાઉનને 3 મે બાદ આગળ વધારવામાં આવશે કે નહીં. પરંતુ સરકાર તરફથી હાલમાં લૉકડાઉન બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે.


3 મે બાદ અનેક છૂટ મળી શકે છેઃ આ પહેલા કેન્દ્ર સરકારે 20 એપ્રિલથી કૃષિ અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રોમાં કેટલી છૂટ પણ આપી હતી. સૂત્રો મુજબ, 3 મે બાદ અનેક પ્રકારની છૂટ મળી શકે છે.


ઓછા લોકોમાં વધુ કામઃ કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર શક્ય એટલી વધુ ઓફિસના સ્ટાફને ઘરેથી કામ કરવા માટે કહેશે. આ ઉપરાંત ફેક્ટરીઓમાં પણ કામકાજ શરૂ થશે. પરંતુ અહીં શિફ્ટના ટાઇમિંગને વધારીને સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકવામાં આવશે.


લૉકડાઉન બાદ અલગ ગાઇડલાઇનઃ અલગથી તેના માટે ગાઇડાલાઇન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત એ વાતની આશા ઓછી છે કે હાલ લૉકડાઉન બાદ કોઈ લગ્ન કે પછી ધાર્મિક આયોજનને છૂટ મળી શકશે.


પીએમ મોદી લેશે અંતિમ નિર્ણયઃ લૉકડાઉન પર અંતિમ નિર્ણય પીએમ મોદી લેશે. જોકે સરકારી સૂત્રોનું કહેવું છે કે 15 મે બાદ જ ભારતમાં કોરાનાની અસલી તસવીર સ્પ્ષ્ટ થઈ શકશે. એટલે કે એ જાણી શકાશે કે શું સક્રમણ ઘટી રહ્યું છે કે પછી વધી રહ્યું છે.