વોશિંગટનઃ દુનિયાભરમાં કોરોના (Corona) મહામારીના વધતા કેસનો વચ્ચે અમેરિકા (America)ની કંપની જૉનસન એન્ડ જૉનસન (Johnson & Johnson)એ લોકોને રાહતના સમાચાર આપ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સીન (Corona Vaccine) હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને જે સ્વયંસેવકો (Volunteers) પર આ વેક્સીન (Vaccine)નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, તેમની તપાસમાં રાહત આપનારા પરિણામ સામે આવ્યા છે. કંપનીનું કહેવું છે કે આ વેક્સીનના એક ડોઝથી જ તેની અસર જોવા મળશે. (પ્રતીકાત્મક તસવીર)
જૉનસન એન્ડ જૉનસન તરફથી કોરોના વેક્સીનને લઈ કરવામાં આવેલી ઘોષણા બાદ વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, અમેરિકાની દર ચોથી વ્યક્તિ સ્વયંસેવક છે જે કંપનીના અંતિમ ચરણના ટ્રાયલમાં પહોંચ્યા છે. તેઓએ કહ્યું કે અમે અમેરિકાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તે ઓ કોરોના વેક્સીનના પરીક્ષણના નામાંકન માટે આગળ આવે. (ફાઇલ તસવીર)
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બિડેને ચીન અને યૂરોપની યાત્રા પર પ્રતિબંધનો વિરોધ કર્યો છે, જેને જોતાં અને સાંભળ્યા બાદ લાગે છે કે તેમની પાસે ક્યારેય ખતમ ન થનારું લૉકડાઉન છે. જ્યારે અમે લૉકડાઉન નથી ઈચ્છતા. તેઓએ કહ્યું કે અમારી યોજના કોરોના વાયરસને કચડી દેશે અને બિડેનની યોજના અમેરિકાને કચડી દેશે. (ફાઇલ તસવીર)
60 હજાર લોકો પર કરવામાં આવશે ટ્રાયલ - ઉલ્લેખનીય છે કે, દવા બનાવનારી કંપની જૉનસન એન્ડ જૉનસન કોવિડ-19 માટે વેક્સીનના અંતિમ ચરણનું ટ્રાયલ કરી રહી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે બુધવારથી શરૂ થઈ રહેલા આ ચરણમાં એવું ચકાસવા આવશે કે કોવિડ-19ના રોકથામમાં એક ડોઝવાળી વેક્સીન કારગર છે કે નહીં. (પ્રતીકાત્મક તસવીર)
વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન આવવાની આશા વધી - અમેરિકામાં મોર્ડર્ના ઇન્ક અને ફાઇઝર ઇન્ક દ્વારા તૈયાર વેક્સીન સહિત કેટલાક અન્ય દેશોના અનેક વેક્સીન પરીક્ષણ અંતિમ ચરણમાં છે. એ વાતને લઈને આશા મજબૂત થઈ ચૂકી છે કે આ વર્ષના અંત સુધી કે તે પહેલા જ ઓછામાં ઓછું એક સક્ષમ વેક્સીન સામે આવી જશે. (પ્રતીકાત્મક તસવીર)