

કોરોના વેક્સીન બનાવવા માટે દુનિયાની મોટી મોટી ફાર્મા કંપનીઓ લાગી ગઈ છે. હવે ભારતની કંપની Panacea Biotecએ કોરોના વાયરસની વેક્સની (corona vaccine) બનાવવા માટે અમેરિકી કંપની Refana Inc સાથે હાથ મીલાવ્યો છે. પૈનેસિયા બાયોટેકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી હતી. બંને કંપનીઓ વચ્ચે કરાર ઈનએક્ટવિટેડ વાયરસ બેસ્ડ વેક્સીન બનાવવાના હેતુથી કર્યા છે. ભારતીય કંપની રેફાનાની સાથે મળીને કોવિડ-19ના (covid-19) સંભવિત રસીના 50 કરોડથી વધારે ડોઝ બનાવવા માંગે છે. જેમાંથી 4 કરોડથી વધારે ડોઝને એક વર્ષમાં ઉપલબ્ધ કરાવાનું લક્ષ્ય છે. (પ્રતિકાત્મક તસવીર)


આ અંગે પૈનેસિયા બાયોટેકના એમડી રાજેશ જૈને કહ્યું કે, દુનિયાને એક સુરક્ષિત અને પ્રભાવીત રસીની જરૂર છે જે અત્યારે વિનિમાર્ણ સુવિધાઓમાં મોડા સ્તર ઉપર ઉત્પાદિત કરવામાં આવી શકે છે. વૈશ્વિક માંગે પુરો કરી શકે છે.


કરાર અંતર્ગત Panacea Biotec પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને કોમર્શિયલ મેન્યુફેક્ચરિંગની જવાબદારી સંભાળશે. જ્યાં જોઈન્ટ વેન્ચર એન્ટિટી ક્લિનિક ડેવલપમેન્ટ અને રેગુલેટરી સબમિશન્સ ઉપર કામ કરશે. બંને કંપનીઓ વચ્ચે વેક્સીન ઉપર 50-50ની ભાગીદારી નક્કી થઈ છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજેશ જૈનને એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વેક્સીનનું એનિમલ ટ્રાયલ થઈ ચૂક્યું ચે. જે અત્યાર સુધી સેફ અને પ્રભાવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે માનવ ટ્રાયલ માટે ડ્રગ ઓથોરિટીની મંજૂરી લેવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)


પૈનેસિયા બાયોટેકની યોજના છે કે ઓગસ્ટમાં હ્યૂમન ટ્રાલયનું ફેસ-1 શરૂ કરવામાં આવશે. આ સાથે કંપની વેક્સીનનું પ્રોડક્શન પણ શરૂ કરી દેશે. ડિસેમ્બર 2020 અને જાન્યારી 2021માં દર મહિને 40 મિલિયન વેક્સીન ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય છે. આ વેક્સીનના સ્ટોરેજથી લઈને ટ્રાન્સપોર્ટેશન ખુબજ સરળ હશે. (પ્રતિકાત્મક તસવીર)


રાજેશ જૈનના જણાવ્યા પ્રમાણે ઓછી કિંમત ઉપર વેક્સીન ઉપલબ્ધ રાવવાની યોજના છે. તેમણે જણાવ્યું કે સફળતા મળ્યા પછી ભારતમાં ઉપયોગની સાથે સાથે એક્સોર્ટની પણ યોજના છે. તેમણે કહ્યું કે બીજી કંપની દ્વારા બનાવવામાં આવેલી વેક્સીનથી બિલ્કુલ અલગ છે. આની સફળતાની આશા વધારે છે. (પ્રતિકાત્મક તસવીર)