એક યુવતી પર પિતા દ્વારા જ બળાત્કારની (Rape)ઘટના સામે આવી છે. યુવતી પર પિતા 12 વર્ષ સુધી બળાત્કાર કરતા રહ્યા હતા. યુવતીએ આ ઘટના વિશે ઇન્ટરવ્યૂમાં (Interview)વિસ્તારથી ચર્ચા કરી હતી. યુવતીનું કહેવું હતું કે તે પોતાના વિશે એટલા માટે વાત કરી રહી છે જેથી અન્ય પીડિત મહિલાઓને આત્મવિશ્વાસ મળી શકે. (તસવીર સાભાર -Aicha Dounia)
યુવતીએ જણાવ્યું કે તેણે જ્યારથી પોતાની કહાની સાર્વજનિક કરી છે ઘણા લોકોએ તેનો સંપર્ક કર્યો છે. યુવતીએ કહ્યું કે તેની સાથે જ્યારથી આ બધું થઇ રહ્યું છે તો એવું લાગે છે કે તે (પિતા) મને મારી નાખશે. 21 વર્ષની આ યુવતીનું નામ આઈશા ડૂનિયા (Aicha Dounia) છે. તે એક વિદ્યાર્થિની છે અને પોતાના પાર્ટનર અને 6 મહિનાના બાળક સાથે ડબલિન (આયરલેન્ડ)માં રહે છે. (તસવીર સાભાર -Aicha Dounia)
2018માં પિતાને મળી 5 વર્ષની સજા - ડેલીસ્ટારના રિપોર્ટ પ્રમાણે યુવતીના પિતાને 2018માં 15 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તપાસમાં સામે આવ્યું કે પિતાએ જાન્યુઆરી 2006થી ડિસેમ્બર 2017 સુધી બળાત્કાર કર્યો હતો. આઈશાએ ડેલીસ્ટાર સાથે વાત કરતા કહ્યું કે તેની સાથે પ્રથમ વખત યોન ઉત્પીડન 3 થી 4 વર્ષની વયે થયું હતું. આઇશાના પિતાની જ્યારથી ધરપકડ થઇ છે તે પછી તેમનો ક્યારેય સંપર્ક રહ્યો નથી. (તસવીર સાભાર -Aicha Dounia)
આઈશાએ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે કેવી રીતે પિતાએ તેની સાથે સતત નિર્દરતા બતાવી હતી. ભલે પિતાને સજા મળી ગઈ હોય પણ સજા મળવાના બીજા દિવસે એવું લાગી રહ્યું હતું કે તેમનું જીવન બર્બાદ થઇ ગઇ છે. તે ઇચ્છતી હતી કે તેની પાસે એવું શરીર હોય જેને તેના પિતાએ ટચ કર્યો ન હોય. આઈશાએ કહ્યું કે પિતાને સજા મળ્યાને ઘણા વર્ષો પસાર થઇ ગયા છે પણ આજે પણ તેને લાગે છે કે તે ત્યાં પહોંચી શકી નથી જ્યા તેને હોવું જોઈએ. (તસવીર સાભાર -Aicha Dounia)