રાજસ્થાનનાં ભીલવાડામાં આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે જ્યાં યુવતીએ ઝેર પીને આત્મહત્યા કરી નાંખી છે. 22 વર્ષની યુવતીનાં 10 ફેબ્રુઆરીનાં દિવસે લગ્ન હતાં. પણ યુવકનાં ઘરવાળાએ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. યુવતીનાં ઘરવાળા આ ડિમાન્ડ પૂર્ણ ન કરી શક્યાં તો યુવકનાં પરિવારે લગ્ન તોડી નાખ્યા પણ સગાઇનાં ત્રણ વર્ષ થઇ ગયા હતા અને યુવતી તેની સાથે લિવ ઇનમાં રહેતી હતી.
આ યુવતી PTIની તૈયારી કરી રહી હતી. અને સગાઇ બાદથી તે તેનાં મંગેતરની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. તેનું અફેર સુઠેપા ગામનાં એક યુવક સાથે ચાલતું હતું.બંને ગત ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં. બંનેનાં પરિજનો આ સંબંધને મંજૂર કરી સગાઇ કરાવી આપી હતી. 10 ફેબ્રુઆરીનાં લગ્ન હતાં પણ યુવતીવાળાએ દહેજમાં 5 લાખ રૂપિયા ન આપવાથી આ લગ્ન તુટી ગયા. યુવતીએ પત્ર લખીને આત્મહત્યા કરી નાંખી.
મૃતક યુવતીનાં કાકા કૈલાશ શર્માએ જણાવ્યું કે, તેમની ભત્રીજીનાં ત્રણ વર્ષ પહેલાં સગાઇ થઇ હતી. 10 ફેબ્રુઆરીનાં તેમનાં લગ્નની તમામ તૈયારીઓ થઇ ગઇ હતી. પણ અંતિમ સમયે આર્થિક કમજોરી આવી ગઇ અને અમે તેમની માંગણી પૂર્ણ ન કરી શક્યાં જેને કારણે તેમણે સગાઇ તોડી નાંખી. જેનાંથી દુખી થઇને અમારી દીકરીએ આત્મહત્યા કરી નાંખી.

ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે શબ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ હતું. બિગોદ થાણાનાં સબ ઇન્સ્પેક્ટર જય સિંહનું કહેવું છે કે, પ્રિયંકા શ્રમાની સગાઇ આશીષ નામનાં યુવક સાથે તઇ હતી. લગ્ન માટે ના પાડવા પર તે યુવતીએ આત્મહત્યા કરી નાંખી હતી. ઘટના સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ મળી છે જે મામલે તપાસ ચાલુ છે.