ગાઝીપુર. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Chunav) પહેલા ફરી એકવાર બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી (Mukhtar Ansari) વિરુદ્ધ યોગી સરકારે (Yogi Govt) મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Ghazipur)માં બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી સામે મોટી કાર્યવાહી કરતા યોગી સરકારના એન્ટી માફિયા અભિયાન હેઠળ પોલીસ પ્રશાસને મુખ્તાર અંસારીની 10.10 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી છે.