Ganesh Chaturthi 2020 : આજે સમગ્ર દેશ ગણેશ ચતુર્થીના આ ઉત્સવને ઉજવી રહ્યો છે. કોરોના મહામારીના કારણે સાર્વજનિક સ્થળો પર પંડાલને અનુમતિ નથી આપવામાં આવી પણ ભક્તોને તેમના મનમાં અને ઘરે ઘરે ગણપતિને વિરાજમાન કર્યા છે. ગણેશ ચતુર્થીના આ ખાસ અવસર પર મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરથી લઇને લાલબાગના રાજના પંડાલમાં બાપ્પા દર્શન આ તસવીરોના માધ્યમથી તમે ઘરે બેઠા કરી શકો છો. આ છે મુંબઇના સૌથી ચર્ચિત સિદ્ધિવિનાયક મંદિરની તસવીર. જ્યાં સદાય બાપ્પા તેમના ભક્તોને આશીર્વાદ આપે છે.