ભારત ભરમાં ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ગણેશજી મૂર્તિનું ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પણ આ પર્વને ખાસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે કોરોના કાળમાં પણ લોકોની આસ્થા બાપ્પા પરથી હંમેશા જેવી જ રહી હતી. અનેક રાજકીય નેતાઓએ આ પ્રસંગે તેમના ઘરે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે અને તેમના પરિવારે પણ તેમના ઘર ખાતે ગણેતજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરી હતી.