

વર્ષ 1950માં વડનગર ગુજરાતમાં ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થઇ ગયા છે. અને 20 વર્ષ તેમણે સતત કોઇ પણ બ્રેક લીધા વગર દેશની સેવા કરી છે. એક ચા બનાવનારના પુત્ર દેશનો સીએમ બનશે તે કોઇએ કદી વિચાર્યું નહતું.


મોદીએ રાજનીતિ શાસ્ત્ર સાથે એમએ કર્યું છે. નાનપણથી જ તે સંધ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં આરએસએસના મજબૂત આધાર તે બન્યા. 1967માં ખાલી 17 વર્ષની ઉંમરે તે અમદાવાદ પહોંચ્યા. અહીં તેણે આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની સદસ્યતા લીધી.


આ પછી 1974માં મોદી નવ નિર્માણ આંદોલનમાં જોડાયા. આ રીતે તે સક્રિય રાજનીતિમાં આવ્યા આ પહેલા અનેક વર્ષો સુધી તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રચારક હતા.


1980ના દાયકામાં જ્યારે મોદી ગુજરાતની ભાજપ શાખામાં જોડાયા ત્યારે માનવામાં આવતું હતું કે પાર્ટીને આનાથી સંધના પ્રભાવનો સીધો ફાયદો મળશે. તે વર્ષ 1988-89માં ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમના મહાસચિવ બન્યા.


નરેન્દ્ર મોદીએ લાલ કૃષ્ણ અડવાણી સાથે 1990માં સોમનાથ-અયોધ્યા રથ યાત્રા કરી હતી. તે પછી તે ભારતીય જનતા પાર્ટી તરફથી અનેક રાજ્યોના પ્રભારી બન્યા.


મોદી 1995માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને પાંચ રાજ્યોના પાર્ટી પ્રભાર બન્યા હતા. તે પછી 1998માં તેમને મહાસચિવ (સંગઠન) બનાવવામાં આવ્યા. આ પદ પર તે ઓક્ટોબર 2001 સુધી રહ્યા.


2001માં કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી પદ દૂર થયા ત્યારે મોદીને ગુજરાતનો કારભાર સોંપવામાં આવ્યો. આ સમયે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. અને 20 હજાર લોકો ભૂકંપમાં મરી ગયા હતા.


મોદીએ સત્તા સંભાળતા જ લગભગ 5 મહિના થયા હશે અને ગોધરા કાંડ થયો. જેમાં અનેક હિંદુ કારસેવકની મોત થઇ. અને તે પછી 2002માં ગુજરાતમાં મુસ્લિમો વિરુદ્ધ કોમી તોફાનો થયા.


મોદીએ સત્તા સંભાળતા જ લગભગ 5 મહિના થયા હશે અને ગોધરા કાંડ થયો. જેમાં અનેક હિંદુ કારસેવકની મોત થઇ. અને તે પછી 2002માં ગુજરાતમાં મુસ્લિમો વિરુદ્ધ કોમી તોફાનો થયા. મોદી પર આરોપ છે કે તે તોફાન રોકવામાં અસફળ રહ્યા. જ્યારે પાર્ટીથી તેમને નીકાળવાની વાત કરી તો તેમને લાલ કૃષ્ણ અડવાણીથી સમર્થન મળ્યું અને તે પદ પર બનેલા રહ્યા.


તોફાનો પછી થોડા મહિનામાં જ ડિસેમ્બર 2002ની વિધાનસભા ચૂંટણીમાં મોદીએ જીત મેળવી. અને જે વિસ્તારમાં કોમી તોફાન થયા હતા ત્યાં જ તેમને વધુ ફાયદો પણ મળ્યો.


આ પછી 2007માં વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ગુજરાતના વિકાસના મુદ્દાને હાઇલાઇટ કર્યો અને તે ફરી જીતી ગયા. પછી 2012માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ જીતી ગઇ. અને કેન્દ્રમાં પણ ભાજપને પોતાની સરકાર ચલાવાનો અવસર મળ્યો.


નરેન્દ્ર મોદી શાકાહારી છે. સિગરેટ, દારૂને તેમણે કદી હાથ નથી લગાવ્યો. સામાન્ય રીતે તે અડધી બાયના કૂર્તા અને પાયજામામાં નજરે પડે છે. પણ મને થાય ત્યારે શૂટબૂટમાં પણ પોતાનો રૂવાબ બતાવી શકે છે.