દ્રાસ, લદાખઃ દુનિયાની બીજી સૌથી ઠંડી જગ્યા દ્રાસ (Dras)માં સીઝનની પહેલી બરફવર્ષા (Snowfall) થઈ છે. આ વર્ષની પ્રારંભિક બરફવર્ષાએ દ્રાસના નિવાસીઓની વચ્ચે ચિંતા ઊભી કરી દીધી છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આવશ્યક વસ્તુઓની શીતકાલીન સ્ટોકીંગ હજુ સધી પૂરી નથી થઈ શકી. (Photo- Twitter/@airnewsalerts)
દ્રાસમાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, સવારના સમયે 434 કિલોમીટર લાંબા શ્રીનગર-લેહ નેશનલ હાઇવેની સાથે જોજિલા પાસ અને મીના-માર્ગ સહિત દ્વાસ અને તેની આસપાસના ક્ષેત્રોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ. જોકે અંતિમ રિપોર્ટ આવ્યા સુધી શ્રીનગર-લેહ નેશનલ હાઇવે પર ટ્રાફિક નિયમિત રીતે ચાલી રહ્યો હતો. (Photo- Twitter/@airnewsalerts)