ચંદીગઢ : હરિયાણા (Haryana)ના કરનાલ જિલ્લાના સેક્ટર-12 સ્થિત ICICI બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ સરદાનાના ઘરે શરણાઇ વાગવાની તૈયારીઓ ચાલી રહી હતી. થોડા જ દિવસોમાં વિશ્વાસના લગ્ન તેની મંગેતર સલોની સાથે થવાના હતા. બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો. ત્યાં બુધવારે વિશ્વાસ સરદારાનાનો મૃતદેહ (couple died in road Accident) તેની ઘરે પહોંચતા પરિવાર પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખરાબ હવામાનને કારણે વિશ્વાસ કુલ્લુ મનાલી (Manali)ના બંજર વેલી પર્યટન સ્થળ જીભીમાં ટ્રેકિંગ કરી શક્યા ન હતા અને પરત ફરતી વખતે બ્રેક ફેલ થવાને કારણે તેની કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
રજાઓમાં મિત્રો સાથે ગયા હતા ફરવા - પરિવારના સભ્યોએ જણાવ્યું કે, વિશ્વાસ અને સલોની તેમના બેંક સાથીઓ સાથે શુક્રવારે એક કારમાં કુલ્લુ મનાલી જવા નીકળ્યા હતા. બેંકમાં શનિવાર, રવિવાર અને સોમવારની રજા હોવાથી તમામ મિત્રોએ મળીને પ્રવાસનું આયોજન કર્યું હતું. તમામ ICICI કોર્પોરેટ બેંકના કર્મચારીઓ હતા. અર્ટિગા કારમાં સવાર આ સાથીઓમાંથી કોઈ ગુરુગ્રામ, કોઈ દિલ્હી તો કોઈ જીરકપુરનો રહેવાસી હતો.
કુલ્લુ મનાલીની બંજર ખીણમાં આવેલા પર્યટન સ્થળ જીભીમાં ખરાબ હવામાનને કારણે તે ટ્રેક કરી શક્યા ન હતા અને પરત ફરી રહ્યા હતા, ત્યારે બ્રેક ફેલ થવાને કારણે તેની કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં કરનાલના રહેવાસી 26 વર્ષીય વિશ્વાસ સરદાના અને ચંદૌસી યુપીની રહેવાસી 27 વર્ષીય સલોની સાહની સહિત ચાર યુવાન બેંક કર્મચારીઓના મોત થયા હતા. જ્યારે 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.