કરનાલ : હરિયાણાના (Haryana)કરનાલ જિલ્લામાં (Karnal District)ગુરુવારે સવારે 4 આતંકીઓની (Terrorist Arrested) નેશનલ હાઇવે પરથી ધરપકડ કરી છે. ચારેય આતંકી ઇનોવા ગાડીમાં જઇ રહ્યા હતા. પોલીસને (Haryana Police)અહીંથી પસાર થવાની સૂચના મળી હતી. કરનાલ પોલીસને ચારેયની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ ચારેય આતંકીઓનું કનેક્શન બબ્બર ખાલસા સાથે બતાવવામાં આવી રહ્યું છે.
ધરપકડ કરવામાં આવેલા ચારેય આતંકી ગુરપ્રીત, અમનદીપ, પરવિંદર અને ભૂપેન્દર પંજાબના રહેવાસી છે. જેમાં 3 ફિરોઝપુર અને એક લુધિયાનાનો છે. ચારેય આરોપી પાકિસ્તાની આતંકી હરવિંદર સિંહ રિંદાના ઇશારે કામ કરી રહ્યા હતા.. હરવિંદર સિંહે જ તેમને ગોલા-બારુદ સપ્લાય કર્યા હતા અને તેમને આદિલાબાદ (તેલંગાણા)માં પહોંચાડવાનું કામ સોપ્યું હતું.