

ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં ડેગ્યૂનો કહેર તો વર્તાઇ જ રહ્યો છે ત્યારે તેલંગણામાં (Telangana) પણ ડેગ્યૂએ હાહાકાર મચાવ્યો હતો. ડેંગ્યૂએ એક નહીં, બે નહીં પરંતુ પરિવારના (family members) ચાર ચાર સભ્યોને પોતાનો શીકાર બનાવ્યો હતો. આમ ડેંગ્યૂ આખે આખા પરિવારને ભરખી ગયો હતો. આ આખા પરિવામાં માત્ર નવજાત બાળકી જ જીવિત છે. પરિવારમાં બાળકની મા, પિતા, બહેન અને પરદાદા બધાના ડેંગ્યૂના (Dengue) કારણે મૃત્યુ નીપજ્યાં છે. મળેલી માહિતી અનુસાર તેલંગણાના મંચેયુરયલ જિલ્લામાં રહેતા આ પરિવારનાં સભ્યોનાં 15 જ દિવસમાં મૃત્યુ નીપજ્યાં. બુધવારે આ જ પરિવારની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ હોસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું.


પરિવારમાં સૌથી પહેલાં સોનીના 30 વર્ષીય પતિ જી. રાજગટ્ટૂ ને ડેંગ્યૂ થયો હતો. રાજગટ્ટૂ એક શિક્ષક હતા અને મંચેરિયલ જિલ્લાના શ્રીશ્રી નગરમાં રહેતા હતા. ડેંગ્યૂની ખબર પડતાં જ તેઓ કરીમનગરમાં શિફ્ટ થઈ ગયા અને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન 16 ઓક્ટોબરે તેમનું મૃત્યુ નીપજ્યું. ત્યારબાદ રાજગટ્ટૂના 70 વર્ષીય દાદા લિંગાયને ડેંગ્યૂ થયો અને 20 ઓક્ટોબરે તેમનુમ મૃત્યુ થયું.


દિવાળીના દિવસે પરિવારમાં ત્રીજું મૃત્યુ થયું. પરિવાર હજી દુ:ખમાં જ ડૂબેલો હતો ત્યાં રાજગટ્ટૂની 6 વર્ષની દીકરી શ્રી વર્ષિનીને પણ ડેગ્યૂ થયો અને ઈલાજ દરમિયાન દિવાળીના દિવસે 27 ઓક્ટોબરે તેનું પણ મૃત્યું થયું.


આ દરમિયાન રાજગટ્ટૂની પત્ની સોની ગર્ભવતી હતી અને પરિવારમાં ઉપરાઉપરી ત્રણ મૃત્યુથી તે સદમામાં હતી. અંતે તેને પણા આ બીમારીએ ભરડામાં લીધી અને તેને હૈદરાબાદની પ્રાઇવેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મંગળવારે સોનીએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો ત્યારબાદ 30 ઓક્ટોબરે તેનું પણ મૃત્યુ નીપજ્યું.