ઉત્તરાખંડ- ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં દોઢ વર્ષ પછી 4 હત્યાનો (Murder) સનસનીખેજ ખુલાસો થયો છે. ડિસેમ્બર 2019માં એક જ પરિવારના ચાર લોકોને માર્યા પછી પોતાના ઘરમાં તેમને દફનાવવામાં આવ્યા હતા. જો કે આ વાત ખુલાસો 28 ઓગસ્ટે ત્યારે થયો જ્યારે પોલીસની એક ટીમે ઘરનું ખોદકામ કરાવ્યું. અને આ કેસમાં હત્યારો કોઇ બીજો નહીં પણ જમાઇ જ હતો.
રદ્રપુરના ટ્રાંજિક કેપ વિસ્તારની રાજા કોલાનીમાં હીરા લાલ અને તેમની પત્ની તથા બે પુત્રીઓ સાથે રહી રહ્યા હતા. પાસે જ મોટી પુત્રી અને તેનો પતિ નરેન્દ્ર ગંગવાર પોતાના બાળકો સાથે રહેતો હતો. નરેન્દ્રની નજર હંમેશા સસરાની પ્રોપર્ટી પર હતો. આ પછી તેમણે તેની હત્યાનું કાવતરું ઘડ્યું. હત્યાની શંકા કોઇને ના થાય માટે પ્રોપર્ટી મેળવા માટે શબને ઘરમાં જ દાટવામાં આવ્યા. જેમાં ભાડુઆત વિજય પણ સાથ આપ્યો. 2019ના ડિસેમ્બરમાં જ હીરાલાલનો આખો પરિવાર પુરો કર્યા પછી. આ તમામની હત્યા માથા પર ડંડો મારીને કરવામાં આવી. અને પછી બે દિવસ પછી ઘરમાં રિપેરિંગનું કામ શરૂ કરાવ્યું.