નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સોલિસિટર જનરલ (Former Solicitor General) અને સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના દિગ્ગજ વકીલ હરીશ સાલ્વે (Harish Salve)એ બીજા લગ્નમાં સંબંધમાં બંધાઈ ગયા છે. 65 વર્ષીય હરીશ સાલ્વે બ્રિટનમાં ક્વીંસ કાઉન્સિલ પણ છે. તેઓએ બ્રિટનમાં એક ચર્ચામાં કરોલિન બોસર્ડ (Caroline Brossard)ની સાથે લગ્ન કર્યા. હરીશ સાલ્વે અને કેરોલિન, બંનેના આ બીજા લગ્ન છે.
હરીશ સાલ્વેએ આ વર્ષની શરૂઆતમાં જ 38 વર્ષ સુધી જીવનનસાથી રહેલી મીનાક્ષી સાલ્વે સાથે છૂટાછેડા લીધા હતા. મુંબઇ મિરરના અહેવાલ મુજબ હરીશ અને મિનાક્ષીની બે દીકરીઓ પણ છે. તેમની મોટી દીકરીનું નામ સાક્ષી છે અને નાની દીકરીનું નામ સાનિયા છે. સાલ્વે અને કેરોલિન બંનેના પૂર્વ વિવાહથી સંતાનો છે. 56 વર્ષીય કેરોલિન વ્યવસાયથી કલાકાર છે અને એક દીકરીની માતા છે. કેરોલીનની સાલ્વે સાથે આર્ટ એક્ઝિબિશનમાં મુલાકાત થઈ હતી. ધીમે-ધીમે બંનેમાં દોસ્તો થઈ અને હવે વિવાહના બંધનમાં બંધાઈ ગયા છે.
સાલ્વેએ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. નોંધનીય છે કે, ઉત્તર લંડન સ્થિત એક ચર્ચમાં હરીશ સાલ્વે છેલ્લા બે વર્ષથી નિયમિત રીતે જઈ રહ્યા છે. મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ, જ્યારે હરીશ સાલ્વેના છૂટાછેડા થયા હતા ત્યારે લંડનમાં કેરોલિને તેમની ખૂબ સંભાળ લીધી હતી. આ દરમિયાન બંને વધુ સારી રીતે એકબીજાને સમજવા લાગ્યા અને એકબીજાની સાથે જ જિંદગી પસાર કરવાનો નિર્ણય પર પહોંચ્યા.
જાણો કોણ છે વકીલ હરીશ સાલ્વે - 22 જૂન જૂન 1955ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા સાલ્વે મૂળે નાગપુરના રહેવાસી છે. તેમના દાદા પીકે સાલ્વે પણ દિગ્ગજ ક્રિમિનલ લોયર રહી ચૂક્યા છે. તેમના પિતા એન કે પી સાલ્વે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે. પ્રારંભિક દિવસોમાં હરીશ સાલ્વે પોતાની ટેક્સ લોયર નાનીના જૂનિયર તરીકે કામ કરીને કાયદાના દાવપેચ શીખતા હતા.
વર્ષ 1976માં હરીશ સાલ્વેએ દિગ્ગજ એડવોકેટ સોલી સોરાબજીની દેખરેખમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. બાદમાં તેઓ દિલ્હી પહોંચ્યા અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગ્યા. વર્ષ 1992માં તેમણે સુપ્રીમ કોર્ટથી સીનિયર એડવોકેટની પદવી મેળવી. વર્ષ 1999માં તેમને સોલિસિટર બનાવવામાં આવ્યા, જોકે વર્ષ 2002માં તેઓએ બીજી વાર મળેલી ઓફરને ઠુકરાવી દીધી હતી. દિલ્હીના ભગવાન દાસ રોડના વ્હાઇટ હાઉસમાં તેમની ઓફિસ છે. (ફાઇલ તસવીર)
હિટ એન્ડ રન કેસમાં પણ સલમાન તરફથી કેસ લડ્યા હતા - વર્ષ 2015માં હિટ એનડ રન કેસમાં સલમાન ખાનને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હતી. તેને કોર્ટથી સીધા આર્થર રોડ જેલ લઈ જવાની તૈયારી થઈ રહી હતી. આ દરમિયાન એક ડ્રામેટિક ચેન્જ કરતાં હરીશ સાલ્વેએ કોર્ટમાં સલમાન ખાનનો પક્ષ રજૂ કર્યો અને તેને જામીન મળી ગયા. હરીશ સાલ્વેએ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે ઓર્ડરની કોપી નહીં મળવાના કારણે સલમાનને જેલ મોકલવો યોગ્ય નથી. તેમના આ તર્કને યોગ્ય માનતા કોર્ટે સલમાન ખાનને બે દિવસના જામીન આપી દીધા હતા. (ફાઇલ તસવીર)
એક દિવસના 30 લાખ રૂપિયા કરે છે ચાર્જ - કહેવામાં આવે છે કે સાલ્વને પિયાનો વગાડવાનો, બેન્ટલ કાર ચલાવવાનો અને પુસ્તકો વાંચવાનો ખુશ શોખ છે. તેમને ગેજેટનો પણ શોખ છે અને તેઓ નવા-નવા મોબાઇલ રાખવાના શોખીન છે. તેઓ દેશના સૌથી મોંઘા એડવોકેટ પૈકીના એક છે. અનેકવાર એવું ચર્ચામાં આવ્યું છે કે તેઓ એક સુનાવણી માટે ઓછામાં ઓછા 4.5 લાખ રૂપિયા લે છે તો ક્યારેક એવું પણ ચર્ચાયું છે કે તેઓ એક દિવસના 30 લાખ રૂપિયા ચાર્જ લે છે. (ફાઇલ તસવીર)