

પટનાઃ દેશમાં સૌથી પહેલા કોરોના વેક્સીનનો (Corona vaccine) હ્યુમન ટ્રાયલ પટના એમ્સમાં (Patna AIIMS) કરવામાં આવ્યો. પટના એમ્સમાં બનેલી એક્સપર્ટની ટીમે 30 વર્ષીય યુવક ઉપર કોરોના વેક્સીનનો ટ્રાયલ કરવામાં આવ્યું તેને હાફ એમએલ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સીન આપ્યા પછી આશરે 4 કલાક સુધી તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘરે મોકલી દીધો હતો. સાત દિવસ પછી આ વ્યક્તિને બોલાવવામાં આવશે.


માનવામાં આવી રહ્યું છે કે, 14 દિવસ પછી તને બીજો ડોઝ આપવામાં આવશે. દેશમાં અત્યાર સુધી આવો ટ્રાયલ કોઈપણ સંસ્થામાં થયો નથી. પટના એમ્સના નિદેશક પ્રભાત કુમાર સિંહે જણાવ્યું હતું કે 18 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 8 લોકોને ડોઝ આવામાં આવ્યો છે. અને બીજા લોકોને આ ડોઝ આપવાનો બાકી છે.


ઉલ્લેખનીય છે કે, પટના એમ્સમાં દેશમાં પહેલીવાર કોરોના સામેની લડાઈ જીતવા માટે હ્યુમન ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોના વેક્સીનના આવા ટ્રાયલ દેશમાં કોઈપણ સંસ્થામાં નથી થયા. આ પ્રકારે પટના એમ્સ કોરોના સામેની લડાઈમાં સૌથી પહેલા સામે આવી છે.


દેશમાં સૌથી પહેલો ટ્રાયલ કર્યા બાદ પટના એમ્સની ઉત્સાહિત એક્સપર્ટની ટીમને ગુરુવારે વધુ છ લોકો ઉપર ટ્રાયલ કર્યું હતું. સોમવારે અને મંગળવારે કુલ 18 લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી બુધવારે એક ટ્રાયલ પુરો થયો હતો અને ગુરુવારે બીજા છ લોકો ઉપર આનો ટ્રાયલ થયો હતો.


આ અંતર્ગત પટના એમ્સમાં 50 લોકો ઉપર કોરોના વેક્સીનનો હ્યુમન ટ્રાયલ થશે. આ વચ્ચે બિહાર પોલીસ મેંસ એસોસિએશને રાજ્ય પોલીસના જવાનોમાં સતત સંક્રમિત હોવાના સમાચારથી ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશનનું કહેવું છે કે પોલીસકર્મી સંક્રમિત થઈ રહ્યા છે. આના માટે સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી. સરકાર વ્યવસ્થા નહીં કરે તો કામ કરવું મુશ્કેલ બની જશે.