આગ્રા : ઉત્તરપ્રદેશના (uttar pradesh)આગ્રામાં (agra)તાજગંજ ફેઝ 2 માં આવેલા ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી 30 વર્ષીય ફેશન અને ફૂડ બ્લોગર રિતિકા સિંહના (Food Blogger Ritika Singh Murder)હાથ બાંધીને નીચે ફેંકી દેવામાં આવી હતી. જેમાં તેનું મોત થઈ ગયું છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર રિતિકા (Food Blogger Ritika Singh)તેના પતિ આકાશ ગૌતમને છોડીને છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ફેસબુક ફ્રેન્ડ વિપુલ અગ્રવાલ સાથે લિવ ઈનમાં રહેતી હતી. પોલીસે આ મામલે રિતિકાના પતિ આકાશ ગૌતમ અને તેની સાથે આવેલ બે મહિલા સુનિતા અને સુશીલા તથા ફેસબુક ફ્રેન્ડ વિપુલ અગ્રવાલની ધરપકડ કરી છે. આ તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ આ મામલે સૂચના આપતા તાજગંજ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં આ મહિલા રિતિકા હોવાનું જાણવા મળ્યું હતું અને તે વિપુલ અગ્રવાલ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. વિપુલનો તેની પત્ની સાથે તલાકનો કેસ ચાલી રહ્યો છે. શુક્રવારે બપોરે 12 વાગ્યે તેના ફ્લેટ પર ત્રણ યુવક અને બે મહિલાઓ આવી હતી. તેમણે જણાવ્યું કે, તે સમયે કંઈક પડવાનો અવાજ આવ્યો હતો અને બહાર આવીને જોયું તો મહિલા જમીન પર લોહીથી લથપથ હતી. રિતિકા ગાઝિયાબાદના વિજયનગરની રહેવાસી હતી. વર્ષ 2014માં ટુંડલામાં આવેલ નગલા જમ્મનમાં રહેતા આકાશ ગૌતમ સાથે રિતિકાના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની ફિરોઝાબાદમાં રહેતા હતા. આકાશ કન્સલટન્સી કોચિંગ ક્લાસ ચલાવતો હતો, ત્યારબાદ તેઓ આગ્રા શિફ્ટ થઈ ગયા હતા.
વર્ષ 2017માં રિતિકાની વિપુલ અગ્રવાલ સાથે ફેસબુક પર મિત્રતા થઈ ગઈ. વિપુલ અગ્રવાલ પહેલેથી જ પરિણિત છે. આકાશને તેની પત્નીના આડા સંબંધો હોવાની જાણ થઈ ગઈ હતી. જેના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા. વર્ષ 2019માં રિતિકા તેના પતિ આકાશને છોડીને વિપુલ સાથે લિવ ઈનમાં રહેવા લાગી હતી. પોલીસે આપેલ જાણકારી અનુસાર આકાશ શુક્રવારે સવારે 11 વાગ્યે બે મહિલાઓ અને બે યુવકો સાથે રિતિકાના ફ્લેટ પર ગયો હતો. રિતિકાએ દરવાજો ખોલતા જ તે લોકોએ રિતિકાને મારવાનું શરૂ કરી દીધું હતું. બધાએ ભેગા થઈને વિપુલના હાથ બાંધીને તેને બાથરૂમમાં બંધ કરી દીધો હતો અને રિતિકાને મારી રહ્યા હતા.
વિપુલે પોલીસને જણાવ્યું કે, આકાશ અને તેના સાથીઓએ રિતિકાના હાથ બાંધી દીધા અને તેના ગળામાં દોરડુ બાંધીને તેને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી. વિપુલે જણાવ્યું કે, આ તમામ લોકો મને પણ મારવાના હતા, પરંતુ બાથરૂમનો દરવાજો તોડીને મેં બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. જેથી આ પાંચેય વ્યક્તિઓ ભાગવા લાગ્યા હતા. આસપાસના લોકોએ આકાશ અને તેની સાથે આવેલી બે મહિલાઓને પણ પકડી રાખી હતી.