દેશ અને દુનિયાના તાકાતવર નેતાઓના ખાવા પીવામાં જાહેર છે કોઈ કમી નથી હોતી. તેમના રસોઈયા(શેફ) તેમને એકથી વધુ એક ટેસ્ટી ડિશ પરોસે છે, પરંતુ એ જાણવું રસપ્રદ હશે કે, આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાવામાં શું પસંદ છે? તે ડેઝર્ટ (સ્વીટ ડિશ)માં શું ખાવાનું પસંદ કરે છે? તો જોઈએ પીએમ મોદીને શું જમવું ફેવરેટ છે.
ભારતના પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે પ્રધાનમંત્રી મોદીના ખાવા-પીવાને લઈ ખાસ વાતો શેર કરી છે. પીએમ મોદીની સંયુક્ત અરબ અમિરાત યાત્રા દરમ્યાન સંજીવ કપૂરે તેમના માટે જવમાનું બનાવ્યું હતું. તેમમે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મીન-મેખ કરીને ખાવાવાળા વ્યક્તિ નથી. તે જમવામાં પ્રયોગ કરે છે, બસ શરત એ કે, તે શાકાહારી હોવું જોઈએ.