

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર (Central Government) તરફથી અયોધ્યા (Ayodhya)માં વિશાળ અને ભવ્ય રામ મંદિર (Ram temple)ના નિર્માણ માટે 15 સભ્યોના એક સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ સુપ્રીમ કોર્ટની ત્રણ મહિનાની સમય મર્યાદા ખતમ થવાના ચાર દિવસ પહેલા લોકસભામાં સંબંધિત જાહેરાત કરી. ત્યારબાદ ટ્રસ્ટને કેન્દ્ર તરફથી એક રૂપિયાનું દાન આપવામાં આવ્યું, જે ટ્રસ્ટને મળેલું પહેલું દાન છે.


વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરીના થોડી સમય બાદ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણની યોજના અને તેના માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામના ટ્રસ્ટની રચનાની સૂચના લોકસભામાં આપી.


પીએમ મોદીએ કહ્યું કે, દેશના કરોડો લોકોની જેમ આ વિષય તેમના દિલની નજીક છે. તેના વિશે વાત કરવી મારા માટે એક મોટું સૌભાગ્ય છે. વડાપ્રધાને કહ્યું કે, મંત્રીમંડળનો નિર્ણય રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં ગથ 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ છે.


વડાપ્રધાને લોકસભામાં કહી આ વાત : વડાપ્રધાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશના આધારે મારી સરકારે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર વિશાળ અને ભવ્ય રામ મંદિર નિર્માણ માટે એક યોજનાને સ્વીકૃતિ આપી છે.


પીએમ મોદીએ વધુમાં કહ્યુ્ં કે, મંદિરનું નિર્માણ કાર્ય જોવા માટે શ્રીરામ જન્મૂભમિ તીર્થ ક્ષેત્ર નામનું એક ટ્રસ્ટ રચવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની પાસે રામ મંદિર નિર્માણ અને તેના સાથે જોડાયેલા વિષયો પર સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનો અધિકારી હશે. ટ્રસ્ટની રજિસ્ટર્ડ ઓફિસ દિલ્હીમાં હશે.


કેન્દ્રએ ટ્રસ્ટમાં સામેલ ટ્રસ્ટીઓના નામોની જાહેરાત પણ કરી દીધી છે. તેમાં વરિષ્ઠ વકીલ કે. પરાસરણ, જગદગુરુ શંકરાચાર્ય, જ્યોતિષપીઠાધીશ્વર સ્વામી વાસુદેવનંદ સરસ્વતીજી મહારાજ (અલાહાબાદ), જગદગુરુ માધાવચાર્ય સ્વામી વિશ્વ પ્રસન્નતીર્થજી મહારાજ (ઉડુપીના પેજાવર મઠથી), યુગપુરુષ પરમાનંદજી મહારાજ (હરિદ્વાર), સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ (પુણે) અને વિમલેન્ડ મોહન પ્રતાપ મિશ્ર (અયોધ્યા) સામેલ છે.


આ ઉપરાંત અન્ય ન્યાસી પણ હશે જેમાં અયોધ્યાથી હોમિયોપેથિક ડૉક્ટર અનિલ મિશ્રા, અનુસૂચિત જાતિના સભ્ય તરીકે પટનાથી કે. ચૌપાલ અને નિર્મોહી અખાડાની અયોધ્યા બેઠકથી મહંત દિનેન્દ્ર દાસ સામેલ છે. બે મુખ્ય હિન્દુ નોમિનેટ સભ્યોના નામો પર પ્રતિનિધિમંડળના સભ્યો બહુમતથી નિર્ણય લેશે.