

મથુરા: ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે (Yamuna Expressway) પર દોડી રહેલી બસમાં આગ લાગી ગઈ હતી. જે બાદમાં હાહકાર મચી ગયો હતો. આ બસ દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. બસમાં આગ લાગી જવાથી અંદર સવાર મુસાફરોઓ બારીમાંથી કૂદીને પોતાનો જઈને જીવ બચાવ્યો હતો. આ બનાવ નોહઝીલ પોલીસ મથક વિસ્તાર હેઠળ રાત્રે ત્રણ વાગ્યે બન્યો હતો. બીજી તરફ શનિવારે સવારે ગાઢ ધુમ્મસને કારણે માંટ પોલીસ મથક ક્ષેત્ર હેઠળ ટોલ પ્લાઝા પાસે અડધો ડઝન વાહનો એક પછી એક ટકરાયા હતા. આ બનાવમાં 12 લોકો ઘાયલ થયા છે.


બસમાં આગ લાગવાની ઘટના અંગે અમુક લોકોનું કહેવું છે કે અચાનક બસનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં બસમાં આગ લાગી હતી. જે બાદમાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યમુના એક્સપ્રેસવેના માઇલસ્ટોન 68 નજીક આ બનાવ બન્યો હતો.


બીજી તરફ યમુના એક્સપ્રેસવે પર શનિવારે સવારે ગાઢ ધુમ્મસને પગલે અડધો ડઝન વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. જેમાં 12 લોકો ઘાયલ થવાના સમાચાર છે. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના માંટ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં માંટ ટોલ પ્લાઝા નજીક બની હતી.


ગૌતમબુદ્ધનગર પોલીસના જણાવ્યા પ્રમાણે દનકૌર પોલીસ મથક હેઠળ ટ્રક નંબર આરજે 05 જેબી 5373 યમુના એક્સપ્રેસવેની સેકન્ડ લેનમાં ઊભો હતો. જેની પાછળ એક બસની ટક્કર થઈ હતી. જે બાદમાં તેની પાછળ અર્ટિગો કારની ટક્કર થઈ હતી. તેની પાછળ એક અલ્ટો કાર, ઇનોવા અને તેની પાછળ એક બસની ટક્કર થઈ હતી. જેમાં પ્રથમ બસમાં બેઠેલા 12 મુસાફરને ઈજા પહોંચી છે. આ તમામને સારવાર માટે કૈલાશ હૉસ્પિટલ, નોઇડા અને જિસ્મ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.