લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો- ફાયર વિભાગના પ્રમુખ લી ચિંગ સિઉએ જણાવ્યું કે 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 55 લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જેમાં 14 લોકોના મોત થયા હતા. તાઇવાનમાં મોતની સત્તાવાર પૃષ્ટી ફક્ત હોસ્પિટલમાં થાય છે. ફાયર બ્રિગેડના કર્મીઓ બચાવ અભિયાનમાં લાગી ગયા છે.