આ પહેલા ઈન્ડીયન એરફોર્સે પણ એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, @Abhinandan_wc યૂઝરનેમથી એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જે ફેક છે પરંતુ સળંગ તસવીરો દ્વારા અસલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ એકાઉન્ટથી રક્ષા મંત્રી નિર્મલા સીતારમન સાથે અભિનંદનની એક તસવીર પણ શેર કરવામાં આવી છે. આ સિવાય અભિનંદનના પરિવારનો એક પોટો પણ ટ્વીટ કરવામાં આવ્યો છે.