

દેશમાં જે કોરોના વાયરસની (Coronavirus) રસી (Vaccine)માટે અટકળો થઈ રહી હતી અને રાહ જોવા રહી હતી તેના વિશે અધિકારીઓએ પહેલી વાર માહિતી આપી છે. શુક્રવારે દેશના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સંસદીય સમિતિ (Parliamentary Panel) સમક્ષ રજૂ થયેલા અધિકારીઓ સ્પષ્ટપણે કહ્યું છે કે વેક્સિન આ વર્ષે તૈયાર નહીં થાય. સૂત્રોએ સીએનએન ન્યૂઝ 18ને એક એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું કે કોરોના વાયરસની કોઈ પણ સ્વદેશી વેક્સિન આગામી એક વર્ષ સુધી તૈયાર નહીં થઈ શકે તેવો સંદેશો સમિતિને આપવામાં આવ્યો છે.


હકીકતમાં દેશમાં 25મી માર્ચથી લદાયેલા લૉકડાઉન બાદ પહેલી વાર Science and Technology, Environment and Climate Change વિભાગની સસંદીય સમિતિની બેઠક પહેલી વાર મળી હતી. કૉંગ્રેસના સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી જયરામ રમેશના વડાપણ હેઠળની આ સમિતિએ 23મી માર્ચે સંસદ સ્થગિત થઈ ત્યારબાદ આ પ્રથમ બેઠક કરી હતી.


બેઠકમાં ભારત સરકારની બાયોટેકનોલોજી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સાયન્સ એન્ટ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને પ્રીન્સીપલ સાયન્ટિફીક એડવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશમાં કોવિડ19ની સામે લડવાની તૈયારીઓ અંગે સમિતિને પ્રેઝેન્ટેશન આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે સમિતિને આપવામાં આવેલા પ્રેઝેન્ટેશમાં આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે.


ગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ બે ઠેકાણે વેક્સિન તૈયાર કરવાની પરવાનગી આપી છે. એક વેક્સિન ભારત બાયોટેક દ્વારા આઇસીએમઆરના સંયુક્તઉપક્રમે તૈયાર થઈ રહી છે જ્યારે બીજી વેક્સિન કેડિલા હેલ્થકેર દ્વારા તૈયાર થઈ રહી છે જે હ્યુમન ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કામાં પસાર થશે.


ક્લિનિકલ હ્યુમન ટ્રાયલ માટે જગ્યાની પસંદગી થઈ છે અને આગામી સમયમાં તે આગળના તબક્કામાં વધશે. દરમિયાન દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 875 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 269 કેસ નોંધાયા છે.


દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લૉકડાઉન (Lockdown) લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લૉકડાઉન પર દિલ્હીની AIIMSના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria)એ પોતાની અસહમતી દર્શાવી છે. ડૉક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લૉકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે.