ગંગવારે કહ્યું બેરોજગારી લાભ માટે ઇએસઆઇ યોજના હેઠળ દાવા પતાવટ 15 દિવસમાં કરી લેવામાં આવશે. આ યોજનાથી ઇએસઆઇથી જોડાયેલા તે લોકોને રાહત મળશે જેમણે કોવિડ 19 મહામારી દરમિયાન પોતાની નોકરી ગુમાવી છે. આ યોજના હેઠળ 24 માર્ચ 2020થી 31 ડિસેમ્બર 2020ની અવધિમાં ત્રણ મહિનાના સરેરાશ પગારના 5 ટકા બરાબર લાભ આપવામાં આવશે જે પહેલા 25 ટકા આપવામાં આવતો હતો.
મંત્રીએ કહ્યું કે હવે રોજગાર ગયા પછી 30 દિવસની અંદર લાભ માટે દાવો દાખલ કરી શકાય છે. આ પહેલા 90 દિવસમાં આમ કરવું શક્ય હતું. હવે કર્મચારી સ્વયં જ દાવો કરી શકે છે. જ્યારે પહેલા નિયોક્તાના માધ્યમથી આવેદન કરવામાં આવતું હતું. ગંગવાર ESIC બોર્ડના અધ્યક્ષ પણ છે. તેમણે યોજના વિસ્તારમાં આવતા લોકોને આ સેવાનો લાભ ઉઠાવવાની અપીલ કરી છે.