

પ્યૂર્ટો રિકો: મંગળવારે રાત્રે એક દુર્ઘટનામાં દુનિયાનું સૌથી તાકાતવર ટેલીસ્કોટ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. આ આખું એન્ટીના 450 ફૂટ નીચે પડ્યું હતું. જે બાદમાં દુનિયાને એલિયન ગ્રહો અને એસ્ટ્રોઇડની માહિતી આપતી ઑબ્ઝર્વેટરીએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધું છે. મંગળવારે એન્ટીનાનું આખું ટાવર અને કેબન નીચે પડી ગયા હતા. આ કારણ ડિશ એન્ટીના નીચે પડી ગઈ હતી. ગત મહિને જ કેબલ તૂટી જવાને કારણે એન્ટીનાને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ એન્ટીના ઉપર જેમ્સ બોન્ડની ફિલ્મ ગોલ્ડન આઈનું શૂટિંગ થયું હતું.


રૉયટર્સના એક રિપોર્ટ પ્રમાણે પ્યૂર્ટો રિકો આર્સીબો ઑબ્ઝર્વેટરી (Arecibo Observatory)માં એક એન્ટીના લાગેલું હતું. આ એન્ટીના અંતરિક્ષના ઊંડાણમાંથી આવતા ખતરા જેવા કે એસ્ટ્રોઇડ્સ, મીટિયૉર્સ અને એલિયનની દુનિયા અંગે જાણકારી દુનિયાના વૈજ્ઞાનિકોને આપતું હતું. જેનું સંચાનલ એના જી મન્ડેઝ યુનિવર્સિટી, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (US National Science Foundation-NSF) અને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા કરતા હતા. આને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. આનું નિર્માણ કામ 1960માં શરૂ થયું હતું અને 1963માં પૂર્ણ થયું હતું. આ ઑબ્ઝર્વેટરીના બે કેબલ તૂટી ગયા છે, જેનું વજન 5.44 લાખ કિલોગ્રામ છે.


એન્ટીના શું કામ કરતું હતું: આ ઑબ્ઝર્વેટરીમાં એક 1007 ફૂટ ત્રણ ઇંચનો વ્યાસ ધરાવતું એક ગોળ એન્ટીના હતું. જે દૂર દૂરથી અંતરિક્ષમાં થતી હલચલ પર નજર રાખતું હતું. જેનું મુખ્ય કામ ધરતી તરફ આવી રહેલી ખગોળીય વસ્તુઓ અંગે જાણકારી પ્રાપ્ત કરવાનું હતું. 1007 ફૂટ વ્યાસના એન્ટીનામાં 40 હજાર એલ્યુમિનિયમ પેનલ્સ લાગી હતી, જે સિગ્નલ રિસીવ કરવામાં મદદ કરતી હતી. આ એન્ટીનાને આર્સીબો રડાર કહે છે. આર્સીબો ઑબ્ઝર્વેટરીને બનાવવાનો વિચાર કૉર્નેલ યુનિવર્સિટીના પ્રૉફેસર વિલિયમ ઈ ગાર્ડનને આવ્યો હતો.


આ એન્ટીનાની વચ્ચે રિફ્લેટક્ટર્સ છે. આવા બે રિફ્લેક્ટર્સ છે જેમાંથી એક 365 ફૂટની ઊંચાઈ પર અને બીજું 265 ફૂટની ઊંચાઈ પર છે. તમામ રિફ્લેક્ટર્સને ત્રણ ઊંચા અને મજબૂત ક્રોંકિટથી બનાવવામાં આવેલા ટાવરથી બાંધવામાં આવ્યા છે. બાંધવા માટે 3.25 ઇંચ ઝાડા સ્ટીલના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્સિબો રડાર એટલે કે એન્ટીના કુલ 20 એકર જમીનમાં ફેલાયું છે. જેની ઊંડાઈ 167 ફૂટ છે. જેમાંથી અમુક કેબલ તૂટી ગયા છે. જે કેબલ તૂટી ગયા છે તેના પર 2.83 લાખ કિલોગ્રામનું વજન હતું. કેબલ તૂટવાથી એલ્યુમિનીયમથી બનાવવામાં આવેલા એન્ટીનાનો મોટો હિસ્સો તૂટીને જમીન પર પડી ગયો છે. આ એન્ટીનાની મદદથી દુનિયાભરના 250 વૈજ્ઞાનિકો અંતરિક્ષ પર નજર રાખી રહ્યા હતા.


જેમ્સ બૉન્ડની ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું: આ એ જ એન્ટીના છે જ્યાં જેમ્સ બૉન્ડની પ્રસિદ્ધ ફિલ્મ "ગોલ્ડન આઈ"ના ક્લાઇમેક્સ સીનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પિયર્સ બ્રૉસનન જેમ્સ બૉન્ડનો રોલ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત ઑબ્ઝર્વેટરીમાં અનેક ફિલ્મ, દસ્તાવેજી ફિલ્મ અને વેબ સિરીઝનું શૂટિંગ થઈ ચુક્યું છે.


મંગળવારે રાત્રે તેના તમામ કેબલ તૂટી જવાથી ડિશ એન્ટીના નીચે પડી ગયું હતું. એન્ટીના ઉપર લટકી રહેલું માળખું પણ પડી ગયું હતું. જેનાથી ખૂબ નુકસાન થયું છે. આર્સિબો ઑબ્ઝર્વેટરીએ ટ્વીટ કરતા જાણકારી આપી છે કે વિજ્ઞાનની દુનિયાના એક યુગને અંત થયો છે. આર્સિબો ટેલીસ્કોપ તૂટી ગયું છે. કોઈને ઈજા નથી પહોંચી. આ એન્ટીનાએ છેલ્લા 50 વર્ષમાં અનેક તોફાનો, ભૂકંપ, હરિકેન્સની જાણકારી આપી છે.