લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક પીળી સાડીવાળી મહિલા અધિકારીની તસવીર વાયરલ થઈ હતી. ફેસબુકથી લઈને વોટ્સએપ પર દરેક આ મહિલા વિશે જાણવા માંગે છે. જોકે, આ મહિલાની રિયલ લાઇફમાં ઘણા બધાં ઉતાર-ચઢાવ આવ્યા છે. મૂળે ઉત્તર પ્રદેશની દેવરિયા જિલ્લાની રહેવાસી આ મહિલા ચૂંટણી અધિકારીનું નામ રીના દ્વિવેદી છે.