લોકશાહી ઢબે પારદર્શક ચૂંટણી યોજાય તે માટે દેશમાં ચૂંટણી પંચ કામ કરે છે. ભારતના રાષ્ટ્રપતિ ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે. ચૂંટણી જેવી જટિલ પ્રક્રિયાને સંભાળનારા મુખ્ય ચૂંટણી કમિશનરનો પગાર ઓછો નથી હોતો તેમનો વટ પણ એવો જ હોય છે. આ પદ પર કામ કરનાર અધિકારીને સુપ્રીમ કોર્ટના જજ જેટલો પગાર મળે છે, જે ચૂંટણી પંચ અધિનિયમન 1991ની કલમ 3 અંતર્ગત આપવામાં આવે છે.
ભારતીય બંધારણમાં અવિશ્વાસનો પ્રસ્તાવ ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે. અમેરિકાના બંધારણથી પ્રેરિત આ પ્રક્રિયાનો ઉલ્લેખ બંધારણની કલમ 61, 124 (4), (5), 217, 218માં થયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તો સુપ્રીમ કોર્ટના જજને તેમના પદ પર હટાવવા માટે ઓછામાં ઓછા 100 સાંસદોની લોકસભામાં સહી અને 50 સાંસદનો રાજ્યસભામાં સહી લેવી પડે છે.