

આવતા વર્ષથી ભારતની સરકાર ખઆલી ઇ પાસપોર્ટ (E-passport) જાહેર કરશે. જેમાં ઇલેક્ટ્રોનિક માઇક્રોપ્રોસેસર(Electronic Microprocessor) લાગેલુ હશે. અંગ્રેજી બિઝનેસ છાપું ઇકોનોમિક ટાઇમ્સની ખબર મુજબ સરકારે તેનું ટ્રાયલ પૂરી કરી લીધુ છે. સરકાર એક કલાકની અંદર 20,000 ઇ પાસપોર્ટ જાહેર કરવાનું ટ્રાયલ કર્યું હતું જે સફળ રહ્યું હતું.


ભારત સરકાર દેશના તમામ નાગરિકો માટે ઇ પાસપોર્ટ બનાવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ભારત સરકારે એજન્સીની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ એજન્સી આઇટી ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર અને સોલ્યુશન ઉપલબ્ધ કરાવશે. માનવામાં આવે છે કે ભારની વિશાળ આબાદીને જોતા ઇ પાસપોર્ટની પ્રક્રિયા મોટું કામ સાબિત થઇ શકે છે.


ઇ પાસપોર્ટ જાહેર કર્યા પછી તેની નકલ બનાવવી મુશ્કેલ થઇ જશે અને આંતરાષ્ટ્રીય યાત્રામાં ઇમિગ્રેશનની પ્રક્રિયા જલ્દી જ પૂરી થઇ શકશે. હજી સુધી ભારતમાં વ્યક્તિગત જાણકારીવાળા પ્રિન્ટેડ બુક જેવા પાસપોર્ટ બનતા હતા. જેની નકલ કરવી ખૂબ સરળ હતી. ઇ પાસપોર્ટથી પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયાના સમયમાં 10 ગણી જલ્દીથઈ થશે. અને તેમાં અનેક શાનદાર ફિચર પણ છે પાસપોર્ટમાં પેપરની ક્લોલિટી અને તેની પ્રિન્ટિંગ પણ સરસ હશે અને તેમાં એડવાન્સ સિક્યોરિટી ફિચર પણ આપવામાં આવ્યો છે.


વધતા સાઇબર ક્રાઇમને જોતા પાસપોર્ટ ફ્રોડ અને કોરોના સંક્રમણ જેવા કેસને ધ્યાનમાં રાખીને આ યોજના પર કામ ઝડપી કરવામાં આવ્યું છે. ઇ પાસપોર્ટમાં ટચલેસ સુવિધા હશે. ભારતથી પહેલા હોંગકોંગ અને સિંગાપુર જેવા દેશોમાં આ રીતના ઇ પાસપોર્ટ પ્રચલિત થઇ ચૂક્યા છે અને તે સુરક્ષિત અને સફળ પણ છે.


ભારત સરકાર ઇ પાસપોર્ટ બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરી રહી છે. જેથી પ્રતિ કલાક 10000 થી 20000 લોકોના ઇ પાસપોર્ટને જાહેર કરી શકાય. આ માટે એજન્સી દિલ્હી અને ચેન્નઇમાં બનાવવામાં આવશે. ભારત સરકાર નેશનલ ઇનફોર્મેટિક્સ સેન્ટર વિદેશ મામલાના મંત્રાલય સાથે મળીને આની પર કામ કરી રહી છે. આઇટી ઇન્ફ્રાટ્રક્ચર અને સલૂશ્યન ઉપલબ્ધ કરાવતી એજન્સીએ આ માટે પ્રોપોઝલ જાહેર કર્યું છે. તે પછી તે ભારતના તમામ 36 પાસપોર્ટ ઓફિસમાં ઇ પાસપોર્ટ જાહેર થશે.