વર્ષ 2018માં રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થયા. રાહુલ ગાંધી અનેકવાર પોતાના ભાષણો દરમિયાન કંઈક એવું બોલી લેતા જેના કારણે સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ થયા અને સાથોસાથ વિરોધી પાર્ટીઓના નિશાના ઉપર પણ આવી ગયા. રાહુલ ગાંધીએ બોલેલા કેટલાક શબ્દો એવા છે જે ન્યૂઝ હેડલાઇન્સ બની ગયા. જાણો ક્યારે-ક્યારે લપસી રાહુલ ગાંધીની જીભ...
રાહુલ ગાંધીએ BHELને કહી મોબાઇલ નિર્માતા કંપની: રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં એક રેલી દરમિયાન BHELને મોબાઇલ નિર્માતા કંપની કહી હતી. આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ જે મોબાઇલ છે તેને BHEL પાસેથી કેમ ન ખરીદ્યો? તેઓએ આગળ કહ્યું કે, વાતને સમજો દિલ્હીમાં રાફેલ સ્કેમ અને છત્તીસગઢમાં મોબાઇલ સ્કેમ. ઉલ્લેખનીય છે કે, BHEL એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રીકલ્સ લિમિટેડ મોબાઇલ નથી બનાવતી.
બસ અને ટ્રકમાં ભરવામાં આવે છે પેટ્રોલ: રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે બસમાં, ટ્રકમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર રાહુલને ટાર્ગેટ કરીને મજાક કરવામાં આવી કે જેમને ખબર નથી કે બસ અને ટ્રકમાં પેટ્રોલ ભરવામાં આવે છે કે ડીઝલ, તેઓ આ દેશને ચલાવશે, ભાઈ કાલે ઈન્ટરનેટ નહીં ચાલે તો તેમાં પણ પેટ્રોલ ભરાવશો શું?
નોન-વેજ ખાવાને લઈને ટ્રો થયા રાહુલ ગાંધી: રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવાર યાત્રાની વચ્ચે વિવાદ ઊભો થયો હતો. નેપાાળની સ્થાનિક મીડિયા મુજબ રાહુલ ગાંધીએ નેપાળના એક રેસ્ટોરાંમાં નોન-વેજ ખાધું હતું. ત્યારબાદથી આ ન્યૂઝ આગની જેમ ફેલાઈ ગયા. તેની પર રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા. સાથોસાથ ભાજપે તેને મુદ્દો બનાવી લીધો. જોકે આ સંબંધમા્ર રેસ્ટોરાંએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ નોન-વેજ નહીં નહોતું ખાધું, ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.
રાહુલે મોદીને આપી જાદૂ કી ઝપ્પી રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ પીએમ મોદીની પાસે પહોંચ્યા અને તેમને ભેટી પડ્યા. જ્યાં સુધી પીએમ મોદી કંઈ સમજે રાહુલ ગાંધી તેમને ભેટીને જવા લાગ્યા. પીએમ મોદીએ રાહુલને પાછા બોલાવ્યા એન પીઠ થાબડી. રાહુલની આ જાદૂની ઝપ્પીથી સમગ્ર ગૃહનો માહોલ એકદમ બદલાઈ ગયો હતો અને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ભાષણના અંતમાં કહ્યું હતું કે આપના માટે હું પપ્પૂ હોઈ શકું છું પરંતુ હું નફરત નથી કરતો.
રાહુલે આંખ મારી અને થયા ટ્રોલ અવિશ્વાસ પ્રસ્તાવના ભાષણ બાદ મોદીને જાદૂ કી ઝપ્પી આપ્યા બાદ પોતાના સ્થાને બેઠેલા રાહુલ ગાંધીએ કોઈને સામે જોઈ આંખ મારી. આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. રાહુલની આંખ મારવાની સ્ટાઇલને પ્રિયા પ્રકાર વારિયાસ સાથે તુલના કરવામાં આવી અને મજાકનું કેન્દ્ર બન્યા.