

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશની પહેલી ડ્રાઇવર વગરની ટ્રેન (Driverless Train) સેવાની દિલ્હી મેટ્રો (Delhi Metro)ની મજેન્ટા લાઇનનું લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું છે.37 કિલોમીટર લાંબી મજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડનની વચ્ચે ડ્રાઇવર વગરની મટ્રો સેવા શરૂ થયા બાદ 57 કિલોમીટર લાંબી પિન્ક લાઇન પર મજલિસ પાર્ક અને શિવ વિહારની વચ્ચે 2021ના મધ્ય સુધીમાં ડ્રાઇવર વગરની મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. (Pic- File)


પિન્ક લાઇન પર 2021ના મધ્ય સુધીમાં માનવ રહિત મેટ્રોનું સંચાલન શરૂ થવાની શક્યતા છે. તેની સાથે ડ્રાઇવર વગરની મેટ્રોનું નેટવર્ક લગભગ 94 કિલોમીટરનું થઈ જશે. (Pic- DMRC)


ડ્રાઇવરલેસ મેટ્રોનું ટ્રાયલ વર્ષ 2017માં કરવામાં આવ્યું હતું. તેમાં એક સમયે 2280 મુસાફરો યાત્રા કરી શકે છે. DMRCના જણાવ્યા મુજબ, આ મેટ્રોની મહત્તમ ગતિ 95 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ ટ્રેનો 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. (Pic- File)


ડ્રાઇવરલેસ મેટ્રોમાં આગળની તરફ .ડ્રાઇવરની કેબિન નહીં હોય. એવામાં મુસાફરો હવે ટ્રેનના આગળના હિસ્સામાં જઈને સામેની તરફ રેલ ટ્રેક પણ જોઈ શકશે. ડ્રાઇવરલેસ મેટ્રોની એક અગત્યની ખાસિયત એ છે કે તેમાં રેલ ટ્રેક પર જો કોઈ પણ ચીજ 50 મીટરના અંતર પર પડેલી હશે તો તે પોતાની મેળે રોકાઈ જશે. તેના કારણે દુર્ઘટના થવાની શક્યતા પણ ઘટી જશે. (Pic- DMRC)