હરિયાણાના (haryana)ફરીદાબાદ જિલ્લામાં એક પ્રેમિકાએ પોતાની પ્રેમીની પેટ્રોલ નાખીને હત્યા (Murder)કરી દીધી છે. ફરીદાબાદ પોલીસે (Faridabad police) 10 દિવસ પહેલા જ મળેલી એક સળગેલી લાશના મામલામાં એક મહિલાની ધરપકડ કરીને ખુલાસો કર્યો છે. પોલીસનો દાવો છે કે લિવ ઇનમાં રહેતી પ્રેમિકાએ પોતાની પુત્રી પર નજર રાખવાના કારણે પ્રેમીની હત્યા કરી દીધી હતી.
મહિલાએ પૂછપરછમાં જણાવ્યું કે મૃતક પવન મહિલાની 13 વર્ષીય સગીર પુત્રી પર ખોટી નજર રાખતો હતો અને આ વાતથી નારાજ થઇને મહિલાએ તેની હત્યા કરી દીધી હતી. પોલીસના મતે મહિલાએ પહેલા પવનને ઊંઘની ગોળી ખવડાવી હતી અને પછી સેક્ટર 75માં એક સુમસાન સ્થાને લઇ જઈને પેટ્રોલ નાખીને આગ લગાડી દીધી હતી. હાલ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે અને હવે કોર્ટમાં રજુ કરવાની કરશે.
ઓનર કિલિંગ : માતા-પિતાએ પુત્રીને ઝેર આપીને મારી નાખી- હરિયાણાના સોનીપતમાં ઓનર કિલિંગનો (Honor Killing)સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. પોતાની પુત્રીના ચારિત્ર્ય પર શંકા ગઈ તો માતા-પિતાએ પુત્રીને ઝેર પીવડાવીને મારી નાખી છે. સોનીપત પોલીસે (Sonipat Police)માતા-પિતાની ધરપકડ કરી લીધી છે. જાણકારી પ્રમાણે સોનીપતના ગામ પુરખાસથી એક સનસનાટી ભર્યો કેસ સામે આવ્યો છે. ગામમાં રહેતા એક માતા-પિતાએ પોતાની પુત્રીના ચારિત્ર્ય પર શંકા જતા તેને ઝેરીલો પદાર્થ આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી રાત્રે જ તેની લાશના અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. જ્યારે સોનીપત પોલીસને આ વિશે જાણકારી મળી તો પોલીસે માતા-પિતા સામે હત્યાનો કેસ નોંધીને ધરપકડ કરી છે. મળેલી જાણકારી પ્રમાણે સોનીપતના દામ પુરખાસના રહેવાસી મહા સિંહ અને તેની પત્ની બબીતાને પોતાની પુત્રી પર શંકા હતી. બંનેએ પોતાની પુત્રીને ઝેરી પદાર્થ આપીને મારી નાખી હતી