ટ્રમ્પની આ તસવીરોને લઇને સોશિયલ મીડિયામાં લોકોએ તેમને નિશાનો બનાવ્યા છે. આ ફોટોશૂટને #staged હેશટેગ સાથે ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે. આ તસવીરો વાલ્ટર રીડ મેડિકલ સેન્ટરની છે. જ્યાંથી ટ્રંપે શનિવારે એક વીડિયો પણ શેર કર્યો હતો. સંક્રમિત થયા પછી ટ્રંપ અને તેમની પત્ની મેલાનિયા અહીં એડમિટ છે. ફોટો - AP
વ્હાઇટ હાઉસની રિપોર્ટર એન્ડ્રૂ ફેનબર્ગે ઝૂમ કરતા આ ફોટોને વિશ્લેષણ કરતા જોયું કે ટમ્પ સફેદ કાગળ પર પોતાનું જ નામ લખી રહ્યા હતા. અને તે પછી ટ્રમ્પનો સોશિયલ મીડિયામાં લોકોએ મજાક ઉડાવાનું શરૂ કર્યું. કોઇ તેમને ટીવી સ્ટાર કહ્યા તો કોઇએ કહ્યું કે ફોટો શૂટ કરવા માટે તે હોસ્પિટલમાં ગયા છે. અને ખાલી ખોટા સાદા કાગળ પર પોતાની સહીઓ કરી રહ્યા છે. ફોટો - AP