વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના વાયરસ (Coronavirus) સામેની લડતમાં કરવામાં આવેલા તેમના કામના વખાણ કર્યા છે. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી (Democratic Party)ના પોતાના વિરોધી જો બાઇડેન (Joe Biden) પર પૂર્વ પ્રશાસન દરમિયાન સ્વાઇન ફ્લૂ (Swine Flu)નો સામનો કરવામાં નિષ્ફળતાને લઈ નિશાન સાધતાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19ની તપાસને લઈને કરવામાં આવેલા કામના વખાણ કર્યા છે. (ફાઇલ તસવીર)
‘મોદીએ મને ફોન કરીને કહ્યું કે, તમે ટેસ્ટિંગના મામલે ઉત્તમ કામ કર્યું છે’ - ટ્રમ્પે નેવાદાના રિનોમાં ચૂંટણી રેલીમાં કહ્યું કે હજુ સુધી અમે ભારત સહિત અન્ય મોટા દેશોથી વધુ તપાસ (કોવિડ-19) કરી છે. અમેરિકા બાદ ભારતે સૌથી વધુ તપાસ કરી છે. આપણે ભારતથી 4.4 કરોડ વધુ તપાસ કરી છે. વડાપ્રધાન (નરેન્દ્ર) મોદીએ મને ફોન કરીને કહ્યું કે તમે તપાસના મામલામાં ઘણું સારું કામ કર્યું છે. (ફાઇલ તસવીર)