વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ અંતે રાષ્ટ્રપ્રમુખ પદ અને વ્હાઇટ હાઉસ (White House) છોડવાના સંકેત આપી દીધા છે. સોમવારે આગામી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden)ના પ્રશાસન માટે માર્ગ મોકળો કરવા માટે સરકારી એજન્સીઓએ કહ્યું કે તેઓ સત્તા હસ્તાંતરણમાં ઊભી કરવામાં આવેલી અડચણોને અંતે હટાવી રહ્યા છે. ત્યારબાદ ટ્રમ્પે પણ ઈશારો કરી દીધો છે કે હવે જનરલ સર્વિસિસ એડમિનિસ્ટ્રેશનને એ કરવું જોઈએ જે કરવાની જરૂરિયાત છે. (ફાઇલ તસવીર)
અમેરિકામાં 3 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપ્રમુખના પદ માટે બાઇડન અને ઉપ રાષ્ટ્રપ્રમુખ પદ માટે કમલા હેરિસને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. ટ્રમ્પના અભિયાન ટીમે ચૂંટણી પ્રક્રિયામાં ચેડાં અને છેતરપિંડીના અનેક કેસ નોંધાવ્યા છે. જેમાંથી અનેક કેસ કોર્ટે ફગાવી દીધા છે. (ફાઇલ તસવીર)
ટ્રમ્પે કહ્યું કે, લડાઈ ચાલુ રહેશે - જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન (જીએસએ) એમિલી મર્ફી દ્વારા નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને પત્ર લખીને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકૃત રીતે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર હોવાની જાણકારી આપવાના થોડાક કલાકો બાદ ટ્રમ્પે આ સંબંધમાં ટ્વીટ કર્યું. (ફાઇલ તસવીર)
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, હું જીએસએની એમિલી મર્ફીને દેશના પ્રત્યે તેમના સમર્પણ અને નિષ્ઠા માટે ધન્યવાદ આપવા માંગું છું. તેમને હેરાન કરવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા અને અપશબ્દો પણ કહેવામાં આવ્યા...અને હું નથી ઈચ્છતો કે આવું તેમના, તેમના પરિવાર કે જીએસએના કોઈ પણ કર્મચારી સાથે થાય. અમારી લડાઈ ચાલુ રહેશે અને મને વિશ્વાસ છે કે અમે જીતીશું. (ફાઇલ તસવીર)
ટ્રમ્પની વહેલી વિદાય - રિપબ્લિકન પ્રશાસનના GCAને આગળની કાર્યવાહી કરવા અને બાઇડન એડમિનિસ્ટ્રેશનની સાથે કામ કરવાની મંજૂરી આપવાથી સ્પષ્ટ છે કે ટ્રમ્પનો અંત નજીક જોવા મળી રહ્યો છે. જોકે, ગત ત્રણ સપ્તાહથી તેઓ કોઈ પુરાવા વગર એવો દાવો વારંવાર કરી રહ્યા છે કે તેમની પાસેથી આ ચૂંટણી છીનવી લેવામાં આવી છે. (ફાઇલ તસવીર)