

પીએમ મોદી 2014થી અત્યાર સુધી દર વર્ષે સ્વતંત્રતા અને ગણતંત્ર દિવસ પર અલગ અલગ અંદાજમાં નજરે પડ્યા છે. ક્યારેક તેમણે લાલ તો ક્યારેક નારંગી પાઘડી પહેરી હતી. ક્યારેક કૂર્તા-પાયજામા તો ક્યારેક કોટ પેન્ટ પહેર્યાં હતાં. તેમની પાઘડી હંમેશા ચર્ચામાં રહી છે. લોકોને તે ખૂબ પસંદ પડી છે.


દેશ આજે 73મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ચારેકોર જશ્નનો માહોલ છે. આઝાદી માટે લડેલા દિવાનાઓને યાદ કરીને દેશભક્તિના નારા દેશમાં ગુંજી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે અને દેશને સંબોધન કર્યું છે. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લા પરથી આ પ્રથમ ભાષણ છે. આ માટે જ આ ભાષણ પર દેશ જ નહીં પર આખી દુનિયાની નજર રહી હતી. સ્વતંત્રતા દિવસ હોય કે પછી ગણતંત્ર દિવસ મોદી હંમેશા અલગ અંદાજમાં જોવા મળે છે.


વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતા જણાવ્યું કે, હજી તો 10 અઠવાડિયા પણ નથી થયાં અને અમારી સરકાર દરેક ક્ષેત્રમાં કામ કર્યું છે.


પીએમ મોદીએ સતત છઠ્ઠી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. આવું કરનારા મોદી ચોથા વડાપ્રધાન બન્યા છે. આ પહેલા પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહ આવું કરી ચુક્યા છે.


2018માં વડાપ્રધાન મોદીએ વિવિધ રંગની પાઘડી પહેરવાનો પોતાનો અંદાજ કાયમ રાખતા કેસરિયા સાફામાં નજરે પડ્યાં હતાં.


2017માં પીએમ તેમની વિશિષ્ટ ઓળખ સમાન મોદી કૂર્તા અને પાયઝામા અને માથે લાલ-પીળા સાફામાં નજરે પડ્યા હતા.


2015માં મોદી કૂર્તા-પાયઝામા અને જેકેટમાં નજરે પડ્યાં હતાં. માથે વિવિધ કલરનો સાફો જોવા મળ્યો હતો.