નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર રેલીઓમાં મમતા બેનર્જીને દીદી ઓ દીદી તરીકે ચીડવ્યા હતા. મોદીએ તેમની ઘણી રેલીઓમાં મમતા બેનર્જી માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હવે, 2 મેના રોજ આજે ચૂંટણીના પરિણામો જેમ જેમ સ્પષ્ટ થતા ગયા તેમ તેમ ફરી, 'દીદી ઓ દીદી' ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં તેના પર 16.4 હજાર ટ્વીટ્સ આવી ચુકી છે. ચાલો તમને બતાવીએ કે કેવી રીતે દિદી ઓ દીદી મજેદાર રીતે ટ્રેન્ડ કરી રહ્યું છે.