Home » photogallery » national-international » કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

DFDR (ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર) અને (CVR) કોકપીટ વૉઇસ રેકોર્ડર પ્લેન અંગેની ખૂબ જ મહત્ત્વની વિગતો સ્ટોર કરે છે.

विज्ञापन

  • 16

    કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

    કોઝિકોડ : શુક્રવારે કેરળના કોઝિકોડ એરપોર્ટ (Kozhikode Airport) ખાતે રન વે પરથી સ્લીપ થઈને ખાઈમાં પડેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) વિમાનના ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યાં છે. DFDR (Digital Flight Data Recorder) અને CVR (Cockpit Voice Recorder) પ્લેન અંગેની ખૂબ જ મહત્ત્વની વિગતો સ્ટોર કરે છે. રેકોર્ડરમાં પ્લેન કેટલી ઊંચાઈ પર, કેટલી ઝડપે કયા વિસ્તારમાં ઉડી રહ્યું છે સહિતની માહિતી રેકોર્ડ થાય છે. એટલું જ નહીં આ રેકોર્ડરમાં પાઇટ્સની વાતચીત પણ રેકોર્ડ થાય છે. 

    MORE
    GALLERIES

  • 26

    કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

    શુક્રવારે સાંજે 7.41 વાગ્યે બનેલી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યાંક વધીને 18 થયો છે. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 190 લોકો સવાર હતા. ભારે વરસાદને પગલે વિમાન લેન્ડિંગ બાદ રન વે પરથી લપસી ગયું હતું અને નજીકમાં આવેલી 35 ફૂટ ઉંડી ખીણમાં પડી ગયું હતું. આ સાથે જ વિમાનના બે ટૂકડા થઈ ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ તપાસના આદેશ આપ્યા છે. (તસવીર : કેરળ પોલીસે અકસ્માત સ્થળેથી રેસ્ક્યૂ કરેલી એક બાળકી)

    MORE
    GALLERIES

  • 36

    કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

    એવી પણ માહિતી મળી છે કે વિમાને અંતિમ પ્રયાસ પહેલા લેન્ડિંગના બે પ્રયાસ કર્યા હતા. જે બાદમાં વિમાને શહેર ઉપર અનેક ચક્કર લગાવ્યા હતા. ભારે વરસાદને કારણે વિમાનને લેન્ડિંગમાં તકલીફ પડી રહી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન જ્યારે લેન્ડ થયું ત્યારે ખૂબ ઝડપમાં હતું. વરસાદને કારણે તે રન વેથી આગળ નીકળી ગયું હતું અને ખીણમાં ખાબક્યું હતું.

    MORE
    GALLERIES

  • 46

    કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

    વિમાનમાં 10 બાળકો સવાર હતા : એર ઇન્ડિયા પાસેથી મળેલી માહિતી પ્રમાણે દુબઈથી આવી રહેલા આ વિમાનમાં 10 બાળકો 6 ક્રૂ મેમ્બર સહિત 190 લોકો સવાર હતા. રાહત અને બચાવકામ માટે કોઝિકોડથી એક એનડીઆરફની ટીમ પણ રવાના કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે કેરળમાં ભારે વરસાદને કારણે રન વે પર પાણી ભરાયું હતું. આ કારણે પ્લેન રન વેથી આગળ નીકળી ગયું હતું અને દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.

    MORE
    GALLERIES

  • 56

    કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

    Sword of honor વિજેતા પાયલટ કેપ્ટન સાઠેનું મોત : કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પૂર્વ પાયલટ કેપ્ટન દીપક વસંત સાઠે (Captain Deepak Vasant Sathe) સહિત બંને પાયલટના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેપ્ટન સાઠે એક પૂર્વ વાયુસેના પાયલટ હતા. કેપ્ટન સાઠે 'Sword of honor' વિજેતા હતા અને વાયુસેના એકેડેમીએ તેમને સન્માનિત કર્યા હતા. તેઓએ ફાઇટર પાયલટનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેઓ એચએએલના ટેસ્ટેડ પાયલટ હતા. તેઓ 310s અને 777s પર હતા અને તેમને AI એક્સપ્રેસ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 66

    કોઝિકોડમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્ષ મળી આવ્યું, અકસ્માતના કારણોની જાણકારી મળશે

    હેલ્પલાઇન નંબર જાહેર : વિમાન દુર્ઘટના બાદ દુબઇ સ્થિત ભારતના વાણિજ્ય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 0565463903, 0543090572, 0543090572, 0543090575 નંબર પર ફોન કરીને ઘાયલો અંગે જાણકારી મેળવી શકાય છે.

    MORE
    GALLERIES