Home » photogallery » national-international » Denmark mall Shooting: ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ભાગદોડ મચી, ઘણા લોકોના મોતના સમાચાર

Denmark mall Shooting: ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ભાગદોડ મચી, ઘણા લોકોના મોતના સમાચાર

Denmark mall Shooting Update : ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે 22 વર્ષના આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી

विज्ञापन

  • 14

    Denmark mall Shooting: ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ભાગદોડ મચી, ઘણા લોકોના મોતના સમાચાર

    કોપનહેગન : ડેનમાર્કના (Denmark mall Shooting)કોપનહેગનમાં (Copenhagen shooting)એક મોલમાં અંધાધૂંધ ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં ઘણા લોકોના મોતના સમાચાર છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે 22 વર્ષના આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. કોપનહેગન પોલીસ ઓપરેશન યૂનિટના પ્રમુખ સોરેન થોમસને જણાવ્યું કે ઘટના પાછળ આતંકી એંગલને ફગાવી શકાય નહીં. હાલ આ વિશે તપાસ કરી રહ્યા છીએ. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલાક લોકોના મોત થયા છે અને ઇજાગ્રસ્ત થયા છે. કોપનહેગનના (Copenhagen)મેયર આ હુમલાને ઘણો ગંભીર માની રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે કોપનહેગનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 24

    Denmark mall Shooting: ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ભાગદોડ મચી, ઘણા લોકોના મોતના સમાચાર

    ઘટનાસ્થળેથી કેટલીક તસવીરો સામે આવી છે. જ્યા લોકો ડરમાં દોડાદોડ કરી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે મોલમાં જેવી ફાયરિંગ શરુ થઇ કે તરત લોકો બહાર તરફ ભાગ્યા હતા. જેને જ્યા જગ્યા મળી ત્યા સંતાઇ ગયા હતા. સ્થાનીક લોકોએ જણાવ્યું કે જબરજસ્ત ગોળીઓનો અવાજ આવતો હતો. ત્રણથી ચાર વખત ગોળીઓ ચલાવવામાં આવી હતી. ફાયરિંગ પછી સ્થળ પર મોટી માત્રામાં પોલીસ ફોર્સ તૈનાત છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે આ વિસ્તારની આસપાસ ફરકે નહીં.

    MORE
    GALLERIES

  • 34

    Denmark mall Shooting: ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ભાગદોડ મચી, ઘણા લોકોના મોતના સમાચાર

    પોલીસ તરફથી એ પણ જાણકારી આપવામાં આવી છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. જોકે હજુ સુધી કોઇ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ ઘટનાને લઇને મેયર Haestorp Andersen નું કહેવું છે કે અત્યાર સુધી એ માહિતી નથી કે કેટલાક લોકો ઇજાગ્રસ્ત છે કે કેટલાના મોત થયા છે પણ આ હુમલાએ ચિંતામાં મુકી દીધા છે. ઘણો ગંભીર મામલો છે.

    MORE
    GALLERIES

  • 44

    Denmark mall Shooting: ડેનમાર્કના શોપિંગ મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, ભાગદોડ મચી, ઘણા લોકોના મોતના સમાચાર

    મોટી વાત એ છે કે રવિવારે રાત્રે 11 કલાકે બ્રિટિશ પોપ સ્ટાર હેરી સ્ટાઇલ મોલની નજીક જ રોયલ અરીનામાં એક મોટો કોન્સર્ટ કરવાના હતા. હજારોની સંખ્યામાં લોકો આવવાના હતા અને બધી ટિકિટો બુક થઇ ગઇ હતી. હાલ માટે પોલીસે આયોજકોને આ કાર્યક્રમ કરવાની મંજૂરી આપી હતી કારણ કે હોલ પુરી રીતે ભરાઇ ચુક્યો છે.

    MORE
    GALLERIES