

દિલ્હી પોલીસે (Delhi News) બોઇઝ લોકર રૂમ (Bois Loker Room) મામલે એક યુવકની અટક કરી છે. 15 વર્ષીય આ સ્કૂલી યુવક સાઉથ દિલ્હી (Delhi)ની પૉશ કોલનીની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણે છે. દિલ્હી પોલીસના સાઇબર સેલે આ કિશોરની અટકાયત કરી છે તેની પુછપરછ શરૂ કરી છે.


આ પૂરો મામલો ઇન્સ્ટ્રાગ્રામમાં ગ્રુપ બનાવીને રેપની પ્લાનિંગ અને યુવતીઓની આપત્તિજનક તસવીરો સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે મામલે અન્ય 22 યુવકોની પણ ઓળખ કરી લીધી છે. જે આ ગ્રુપ સાથે જોડાયેલા છે. જાણકારી મુજબ આ તમામ શાળાના બાળકોની પુછપરછ ચાલી રહી છે.


આ મામલે દિલ્હી પોલીસે ધારા 465 (છેતરપીંડી), 471 (વાસ્તવિક નકલી દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડના રૂપમાં ઉપયોગ કરવો), 469 (પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચાડવું) હેઠળ કેસ દાખલ કર્યો છે.


આ સિવાય 509 ધારા 67 જેમાં અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવું અને આઇટી અધિનિયમ કલમ 67A જે યૌન અપરાધિક વાળી સામગ્રીને પ્રકાશિત કરવા મામલે કેસ દાખલ કર્યો છે.