દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.(Delhi Crime) ઉત્તર પૂર્વ દિલ્હીમાં પરિવારમાં ચાર લોકોના શંકાસ્પદ સ્થિતિમાં મોત થયા છે. (Family found dead inside House) આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી પડ્યો છે. જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લાશનો કબજો મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઈસરાર જીન્સનું કામ કરતો - સ્થાનિક પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, તમામ મૃતદેહોને ગોળી મારવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે પતિ ઇસરાર અહેમદે તેની પત્ની અને 11 અને 9 વર્ષની બે છોકરીઓને ગોળી મારી. પછી પોતાને ગોળી મારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇસરાર પાસે જીન્સનું કામ ન હતું, આર્થિક પરિસ્થિતિ કફોડી હતી, જેના કારણે તે તણાવમાં રેહતો.
ગયા વર્ષે પણ પતિ, પત્ની અને 2 બાળકોના મૃતદેહ મળ્યાં હતાં - ગયા વર્ષે પણ દિલ્હીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. સમયપુર બદલી વિસ્તારના સિરસપુર ગામના એક ઘરમાંથી 4 મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાંથી જે મૃતદેહ મળ્યા, તે એક જ પરિવારના હતા, જેમાં પતિ, પત્ની અને 2 બાળકોના મૃતદેહ હતા. જેમાં પતિએ પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા હતી.